ઉંટમાંથી માણસોમાં ફેલાતો આ રોગ અંગે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વ્યક્ત કરી ચેતવણી: વર્લ્ડકપ જ્યાં રમાઈ રહ્યો છે તે કતારમાં ઉંટનો મોટાપાયે થાય છે ઉપયોગ’ને અત્યારે અહીં લાખો લોકો એકઠા થઈ રહ્યા છે
ફૂટબોલપ્રેમીઓની અત્યંત પસંદગીની ટૂર્નામેન્ટ એવી ફીફા વર્લ્ડકપ-2022 અત્યારે પોતાના ચરમ પર છે. મધ્ય પૂર્વના દેશ કતારમાં 20 નવેમ્બરથી ટૂર્નામેન્ટનો પ્રારંભ થયો છે. દરમિયાન એક અહેવાલ એવો પ્રસિદ્ધ થયો છે કે કતારમાં કેમલ ફ્લૂ અથવા રેસ્પિરેટરી સિન્ડ્રોમ એમઈઆરએસ બીમારી ફેલાઈ શકે છે.
- Advertisement -
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ) દ્વારા આ મુદ્દાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સંગઠનના નિષ્ણાતોએ જણાવ્યું કે મીડલ ઈસ્ટમાં કેમલ ફ્લૂ અથવા રેસ્પિરેટરી સિન્ડ્રોમ એમઈઆરએસ નામની ઘાતક બીમારી ફેલાઈ શકે છે. આ સાથે જ આશંકા વ્યક્ત થઈ રહી છે કે આ ફ્લૂ કતારથી આખી દુનિયાને પોતાની ઝપટે લઈ શકે છે. આવામાં એ વાતનો ડર પણ સતાવી રહ્યો છે કે જો કતારમાં કેમલ ફ્લૂ વધે છે તો પછી શું તે કોરોના જેવી મહામારીનું સ્વરૂપ ધારણ કરી લેશે ?
ન્યુ માઈક્રોબ્સ અને ન્યુ ઈન્ફેક્શન્સ જનરલના એક રિપોર્ટમાં કહેવાયું છે કે, કોરોના અને મંકીપૉક્સ જેવા સંક્રમણનો ખતરો હજુ સુધી ટળ્યો નથી પરંતુ કતારમાં ફિફા વર્લ્ડકપનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં 12 લાખથી વધુ લોકો હાજર રહેશે. આવામાં કતારની અંદર કેમલ ફ્લૂનો ખતરો વધી શકે છે અને એક દેશથી બીજા દેશમાં આ સંક્રમણ ફેલાઈ શકે છે કેમ કે મોટી સંખ્યામાં એક સાથે લોકોના એકઠા થવાથી વાયરસ ઝડપથી ફેલાય છે. 22 નવેમ્બરે ન્યુ માઈક્રોબ્સ એન્ડ ન્યુ ઈન્ફેક્શન જર્નલમાં છપાયેલા આ અહેવાલમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે કતારમાં કેમલ ફ્લુ ફેલાવાનો ખતરો છે.
- Advertisement -
કેમલ ફ્લુ એક પ્રકારનો વાયરસ છે જે ઉંટમાંથી માણસોમાં ફેલાય છે કેમ કે ખાડી દેશોમાં ઉંટોનો વધુ પડતો ઉપયોગ થાય છે એટલા માટે આ દેશોમાં કેમલ ફ્લૂ ફેલાવાનો ખતરો વધુ રહે છે. એક અહેવાલ પ્રમાણે વર્ષ 2012માં કેમલ ફ્લુનો પહેલો કેસ સઉદી અરબમાં સામે આવ્યો હતો જે પછી અરબના અલગ-અલગ દેશોમાં તેના કેસો વધવા લાગ્યા હતા. અહેવાલો પ્રમાણે પાછલા થોડા વર્ષોમાં 27 દેશોમાં કેમલ ફ્લૂના કેસો જોવા મળ્યા છે અને 858 લોકોના મોત નિપજ્યા છે.
આ રિપોર્ટમાં કેમલ ફ્લૂના લક્ષણ પણ જણાવવામાં આવ્યા છે જેમાં શ્વાસ લેવામાં તકલીફ, તાવ, ઉધરસ અને ઝાડા જેવી પરેશાની થ, શકે છે. આ સાથે જ તેનો વધુ ખતરો વૃદ્ધો, કિડનીના દર્દી, કેન્સરના દર્દી, ડાયાબિટીઝના દર્દી ઉપર રહે છે. આ ઉપરાંત એવા લોકોને પણ તે ઝડપથી હડફેટે લ્યે છે જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે.