ફાયર બ્રિગેડની બે ટીમ ઘટનાસ્થળે તાત્કાલિક દોડી ગઈ, આગ પર કાબૂ મેળવ્યો
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.23
- Advertisement -
પોરબંદર -ઓડદર રોડ પર રતનપર નજીક ઝુરીના જંગલમા ગઈકાલે એકાએક આગ લાગી હતી આ બનાવની જાણ થતા પોરબંદર ફાય2 બ્રિગેડની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આગ પર કાબુ મેળવાનો પ્રયાસ હાથ ધર્યો છે. પોરબંદર-ઓડદર રોડ પ2 રતનપર પાસે ઝુરીનુ વિશાળ જંગલ આવેલુ છે. તેમા ગઈકાલે શુક્રવારે બપોરના સમયે એકાએક આગ લાગી હતી આ બનાવની જાણ થતા પોરબંદર ફાયરબ્રિગડની ટીમ તાત્કાલીક દોડી ગઇ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમા કરવાનો પ્રયાસ કર્યો હતો આગમા જંગલનો મોટાભાગનો વિસ્તાર જપેટમા આવી ગયો હતો તેને કાબુમા કરવા ફાયરબ્રિગેડની ટીમ પાણીનો મારો ચાલવી રહી છે.
આ આગ કયા કારણોસર લાગી તે અંગે તે અંગેનુ ચોકકસ કારણ બહાર આવ્યુ નથી પરંતુ ઝુરીના જંગલમા અવારનવાર આગની ઘટના બને છે. તેને લઇ અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે. શહેરભરમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે અમુક ચોક્કસ વ્યક્તિઓ દ્વારા જંગલ વિસ્તારમાંથી લાકડાઓની ચોરી કરી ત્યાં આગ લગાડી દેતા હોવાનું જાણવા મળે છે જો કે સમગ્ર બાબતે યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે તો હકીકત બહાર તેમ છે.