-બડાબાજાર બાદની બીજી સૌથી મોટી-જૂની બજાર આગમાં સ્વાહા
પ.બંગાળના હાવકામાં પૌડાહાટ કે મંગલાહાટ તરીકે ઓળખાતી બજારમાં ગઈકાલે રાત્રીના આગ ફાટી નીકળતા 800થી1000 દુકાનો આગમાં હોમાઈ ગઈ છે. મંગલાહાટ એ આ વિસ્તારની સૌથી મોટી માર્કેટ છે અને 5000 જેટલી દુકાનો આવેલી છે જેમાં ગઈકાલે રાત્રીના 1 વાગ્યે કોઈ કારણોસર આગ ફાટી નીકળતા જ જોતજોતામાં એક બાદ એક અનેક દુકાનો આગમાં સ્વાહા થવા લાગી હતી અને ફાયરબ્રિગેડના 18થી વધુ ફાયર ફાયટર આગને કાબુમાં લેવા માટે સતત પ્રયાસ કરતા હતા.
- Advertisement -
મંગલાહાટમાં આગ લાગવાની ખબર મળતા જ અહી નાની-મોટી દુકાનો ધરાવતા વેપારીઓ દોડી આવ્યા હતા. જો કે આગ એટલી ભયાનક હતી કે ભાગ્યે જ તેઓને પોતાની દુકાનનો સામાન બચાવવામાં તક મળી હતી. આગના કારણે વિજસર્કીટ પણ બળવા લાગતા તુર્તજ આ ક્ષેત્રની વિજળી બંધ કરી દેવામાં આવી હતી. આગમાં કોઈ જાનહાની થઈ છે કે કેમ તે અંગે હજું કોઈ માહિતી મળી નથી. હાવડા તથા આસપાસના વિસ્તારોના ફાયરબ્રિગેડના ફાયર ફાઈટર પણ અહી આગ બુઝાવવા માટે પહોંચી ગયા હતા.
#WATCH | "Currently 18 fire tenders are at the spot. There are no casualties so far. Operation is underway, fire will be extinguished soon": Ranjan Kumar Ghosh, Divisional Fire Officer, Howrah https://t.co/gw7znCemNJ pic.twitter.com/uFjIzllM7l
— ANI (@ANI) July 21, 2023
- Advertisement -
પણ તેમાં આગની અંદર જે દુકાનો હોમાઈ ગઈ હતી તેને બદલે આગ આગળ વધે નહી તે માટે પ્રયાસ કરતા કરતા સ્થાનિક દુકાનદારોના આક્ષેપ છે કે આ આગ ચોકકસ હેતુથી લગાવાઈ છે. વર્ષોથી અહી દુકાનોના માલીકી હકકના વિવાદ ચાલે છે તથા પોલીસ અને તૃણમુલ કોંગ્રેસના નેતા અરૂણ રાયની મીલીભગતથી પ્રોટેકશન મની ઉઘરાવે છે અને લાખો રૂપિયા છુપાવીને મેળવે છે તેથી તેના વિરોધી જૂથે આગ લગાડી હોય તેવું શકય છે. સરકારે ફોરેન્સીક તપાસના આદેશ આપ્યા છે.