- પીડિતા શાળાની વિદ્યાર્થીની નહોતી, તે છેલ્લા કેટલાક દિવસોથી તેની મોટી બહેન સાથે રહેતી હતી
- 380 વિદ્યાર્થીઓને બચાવી લેવાયા
છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં મોડી રાત્રે પોટકબીન હોસ્ટેલમાં આગ ફાટી નીકળી હતી. આગને કારણે ચાર વર્ષની બાળકી ખરાબ રીતે દાઝી ગઈ હતી અને બાળકીનું મોત થયું હતું.
આવાપલ્લી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ચિંતાકરકોટા ગામમાં ક્ધયાઓ માટેની પોર્ટા કેબિન (પ્રિફેબ્રિકેટેડ પોર્ટેબલ સ્ટ્રક્ચર) શાળામાં બુધવારે મોડી રાત્રે આગ લાગી હતી, શાળા શિક્ષણ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું. પીડિતા શાળાની વિદ્યાર્થીની નહોતી.અધિકારીએ જણાવ્યું કે, તે છેલ્લા કેટલાક દિવસોથી તેની મોટી બહેન સાથે રહેતી હતી, જે શાળાની વિદ્યાર્થીની છે. 380 વિદ્યાર્થીઓને બચાવી લેવાયા હતા
- Advertisement -
અધિકારીઓએ જણાવ્યું કે માહિતી મળ્યા બાદ ફાયર વિભાગની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ગ્રામજનોની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાસ્થળેથી વિઝ્યુઅલમાં જાણવા મળ્યું હતું કે આગમાં પોર્ટા કેબિનનું માળખું સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું.