કારખાનામા થયેલી ચોરીનો ભેદ ઉકેલી તમામ મુદ્દામાલ રીકવર કરાયો
ખાસ-ખબર સંવાદદાતા
થોરાળા પોલીસ સ્ટેશન હેઠળના અનડીટેકટ ગુન્હા ડીટેકટ કરવા કડક સૂચના હોઇ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પો.હેડ કોન્સ પ્રકાશભાઇ ખોલરા તથા વિમલભાઈ ધાણજા તથા ધીરૂભાઇ અઘેરાને સંયુક્ત બાતમી મળી હતી કે એક શખ્સ ભાવનગર રોડ પી.ટી.સી. ગ્રાઉન્ડમાં બાવળની ઝાડીમાં શંકાસ્પદ હાલતમાં ઉભેલ છે જેથી ઉપરોક્ત જગ્યાએ તપાસ કરતા એ શખ્સ પાસે ત્રણ કેમેરા તથા એક તેલના ડબ્બા હોઈ પુછતાછ કરતાં ચોરી કબુલી હતી.
પોલીસે સોમા માનસીંગભાઈ પાટડીયા (ઉ.વ 25 રહે, બેડીપરા શ્રમજીવી સોસાયટી શેરી નં 2, ડો. હીરાણીના દવાખાના સામે ભાવનગર રોડ, રાજકોટ)ને પકડી ત્રણ ઈઈઝટ કેમેરા કિ.રૂ. 6000ના, એક તેલનો ડબ્બો કિ.રૂ. 2000-મળી કુલ કિ.રૂ. 8000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. રાજમોતી મીલની બાજુમાં અંબીકા સોસાયટી શેરી નં 4 ખાતે આવેલ શીવ નમકીન નામના કારખાનામાંચોરી થયેલ હતી. આ ગુનો ઉકેલાયો છે. પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, જેસીપી વિધી ચૌધરી, ડીસીપી સજજનસિંહ પરમાર, એસીપી વી.જે.પટેલની સૂચના અનુસાર પો.ઇન્સ. બી.એમ.ઝણકાટ, પો.સ.ઇ. પી.એમ.રાઠવા. એ.એસ.આઇ. એસ.એમ.ઝાલા, પો.હેડ.કોન્સ. પ્રકાશભાઇ ખાંભરા તથા વિમલભાઇ ધાણજા, પો.કોન્સ. સંજયભાઇ અલગોતર તથા પ્રકાશભાઇ ચાવડા સહિતે આ કામગીરી કરી હતી.
- Advertisement -

થોરાળા પોલીસે PTC પટમાં ઝાળીમાંથી દારૂનો જથ્થો પકડ્યો
થોરાળા પોલીસ સ્ટેશબ વિસ્તારમાં પેટ્રોલીંગમાં રહી પ્રોહી-જુગારની બદી દુર કરવા કેસો શોધી કાઢવા સુચના હોઈ જે અનુસંધાને પેટ્રોલીંગ દરમ્યાન એ.એસ.આઇ હિતેન્દ્રસિંહ ઝાલા, હેડકોન્સ પ્રકાશભાઇ ખાંભરા, હેડકોન્સ. વિમલભાઈ ધાણજાને મળેલ હકીકત આધારે પી.ટી.સી.ના ગ્રાઉન્ડ પાસે માજોઠીના ખુણે બાવળની ઝાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ- 46 કુલ કિ.રૂ. 27,600નો મુદામાલ કબ્જે કર્યો છે. આ દારૂ અજય ઉર્ફે ચીબરી નથુભાઇ ડાભી (ઉ.વ.રર)નો હતો.. આ કામગીરી પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, જેસીપી વિધી ચૌધરી, ડીસીપી સજજનસિંહ પરમાર, એસીપી વી.જે. પટેલની સુચનાથી પો.ઇન્સ. બી.એમ.ઝણકાટ, પો.સ.ઇ. પી.એમ.રાઠવા, એ.એસ.આઇ. હિતુભા એમ.ઝાલા, હેડ.કોન્સ. પ્રકાશભાઇ ખાંભરા, વિમલભાઇ ધાણજા, પો.કોન્સ. સંજયભાઇ અલગોતર તથા પ્રકાશભાઇ ચાવડા, ધીરૂભાઇ અઘેરા સહિતે કરી છે.
- Advertisement -

39000નો દારૂ ઝડપી પાડતી થોરાળા પોલીસ
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ તથા અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરી તથા નાયબ પોલીસ કમિશનર સજનસિંહ પરમાર (ઝોન-1) તથા મદદનીશ પોલીસ કમિશનર વી. જે. પટેલ (પૂર્વવિભાગ)નાઓની સૂચનાથી રાજકોટ શહેરમાં થર્ટી ર્ફ્સ્ટ અનુસંધાને પ્રોહી.ના કેસો શોધી કાઢવા સૂચન કરેલ, જે અનુસંધાને પો.ઈ. બી. એમ. ઝણકાટ તથા સર્વેલન્સ કોડના પો.સ.ઈ. પી. એમ. રાઠવા તથા સ્ટાફના માણસો સાથે થર્ટીફર્સ્ટના અનુસંધાને પો.સ્ટે વિસ્તારમાં સખત પેટ્રોલીંગમાં રહી પ્રોહી.ની બદી દૂર કરવા પ્રોહી. બુટલેગર તથા શંકાસ્પદ ઈસમોના ઘરે રેઈડ કરતાં નવા થોરાળા ગોકુલપરા શેરી નં. 1 પાણીકુઈ પાસે રહેતો વિજય ઉર્ફે અનો નાનજીભાઈ સોલંકીના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટી વિદેશી દારૂની બોટલ નંગ 32 તથા છરી નંગ 2 કિં. રૂા. 100 તથા એક મોબાઈલ કિં. રૂા. 12000 તથા રોકડા રૂપિયા 2330 મળી કુલ મુદ્દામાલની કિં. રૂા. 74420નો મુદ્દામાલ કબ્જે કરી ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કામગીરીમાં પો.ઈન્સ. બી. એમ. ઝણકાટ, પો.સ.ઈ. પી. એમ. રાઠવા, એ.એસ.આઈ. એચ. એમ. ઝાલા તથા આર. એસ. મેર, પો.હે.કો. પ્રકાશભાઈ ખાંભરા, કિશોરભાઈ પરમાર, વિમલભાઈ ધાણજા, ધીરૂભાઈ અઘેરા, નિલેશભાઈ ચૌહાણ, સંજયભાઈ અલગોતર, પ્રકાશભાઈ ચાવડાએ કામગીરી કરી હતી.



