આગામી ઉનાળુ સિઝનને લઇ ખાતર વિક્રેતાઓની સાથે તાલીમ બેઠકનું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.19
સુરેન્દ્રનગર ખાતે આગામી ખેતીની ઉનાળુ સિઝનને લઇ ખાતર વિક્રેતાઓની સાથે તાલીમ બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં વિક્રેતાઓએ ફરજીયાત ફિઝિકલ અને મશીનના સ્ટોકનો હિસાબ રાખવા અને પીઓએસ મશીનમાં ખેડૂતોને વેચાણ કરે તેમનું આધાર કાર્ડ થમ્બ ઈમ્પ્રેશન લીધા બાદ આપવા તાકીદ કરાઇ હતી. સુરેન્દ્રનગર ખાતે જીએનએફસી લિ. દ્વારા ડીબીટી તાલિમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના 100થી વધુ ખાતર વિક્રેતા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ખેડૂતોને ખાતર વિતરણ વખતે સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે.
- Advertisement -
જે દૂર કરવા માટે અને નિયમ મુજબ વિતરણ કરવા અંગે તાલીમ અપાઇ હતી. આ અંગે નાયબ ખેતી નિયામક એસ.એ. સીણોજીયાએ જણાવ્યું કે બેઠકમાં સબસીડાઇઝ રસાયણીક ખાતરનું વેચાણ પીઓએસ મશીન મારફતે આધાર કાર્ડ મેળવીને જ કરવા અને પાકા બિલથી રાસાયણિક ખાતરનું વેચાણ કરવા સૂચના અપાઇ હતી. આ ઉપરાંત નકલી ખાતરની સમસ્યા નિવારવા અન્ય કોઇ ખતર ફરજીયાતપણે વિતરણ ન કરવા સૂચના આપી હતી. જ્યારે પીઓએસ મશીન અપડેટ રાખવા તેમજ ફિઝિકલ સ્ટોક અને મશીનના સ્ટોકનો હિસાબ રાખવા જણાવાયું હતું જેની તપાસ કરાશે. જ્યારે વિક્રેતાઓના પ્રશ્નો જણાવવા કહેતા તેઓએ સબસિડિરાઇઝ ખાતર માટે વાપરતા ઙઘજ મશીન અંગેના પ્રશ્નોનું નિવારણ, ખાતર લાઇસન્સ અપડેટ બાબત, મોબાઇલ નંબર અને આધારકાર્ડ અપડેટ બાબત, ઙઘજ સ્ટોક અને ફિઝિકલ સ્ટોક સુસંગથ રાખવા બાબત રજૂઆત કરી હતી. આ બેઠકમાં જીએનએફસી એરિયા મેનેજર આર.આર. કાનાણી, ગુજકો માસોલ લાયઝન અધિકારી થતા તમામ રાસાયણિક ખાતર વિક્રેતા હાજર રહ્યા હતા.