ફેમિલી કોર્ટમાં પ્રેક્ટિસ કરતા હતા, પુત્ર અને પુત્રીએ માતાનું છત્ર ગુમાવ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં મહિલા વકીલે ઝેરી પાવડર પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. 40 વર્ષીય અવનીબેન જાનીએ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અહીં સારવાર દરમિયાન મોત નિપજતા ભક્તિનગર પોલીસે તપાસ હાથ ધરી છે. રાજકોટના કોઠારીયા રોડ ઉપર વિવેકાનંદનગરમાં રહેતા અવનીબેન જીતેનભાઇ જાની ઉ.40એ ગઈકાલે બપોરે પોતાના ઘરે ઘઉંમાં નાખવાનો ઝેરી પાઉડર પી લીધો હતો પરિવારના સભ્યોને જાણ થતા સસરા સહિતના પરિવારજનોએ અવનીબેનને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું બનાવ અંગે ભક્તિનગર પોલીસને જાણ કરતા મહિલા પીએસઆઇ એસ.એમ. મકવાણા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો પ્રાથમિક પુછપરછમાં અવનીબેનના જીતેનભાઈ સાથે 15 વર્ષ પહેલા લગ્ન થયા હતા. તેમને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર હોવાનું તેમજ અવનીબેન પતિ, સંતાનો અને સાસુ-સસરા સાથે રહેતા હોવાનું જાણવા મળ્યું છે આપઘાતનું કારણ જાણવા પીએસઆઇ એસ.એમ. મકવાણાએ વધુ તપાસ હાથ ધરી છે.