ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આજના ઉદ્યોગજગતની યુવા પેઢીને પ્રેરણા આપવા માટે તથા તેમને સશક્ત બનાવવા માટે ક્ધફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી ગુજરાતે ‘બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સ’ના નામે એક નવી પહેલ શરૂ કરી છે. આ નવી પહેલ અંતર્ગત પહેલા જ એપિસોડમાં અરવિંદ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર સંજય લાલભાઈ સાથે વાર્તાલાપ દર્શાવવામાં આવ્યો હતો. જેમણે ગુજરાતમાં ઉદ્યોગોના ભવિષ્ય સંદર્ભે પોતાના વિચારો અને દ્રષ્ટિકોણ શેર કર્યા હતા.
- Advertisement -
સીઆઈઆઈ ગુજરાત ટાસ્કફોર્સ ઓન સ્ટ્રેટેજિક ઈનિશિયેટિવ્સ એન્ડ એંગેજમેન્ટ્સના ચેરમેન અને સેવી ગ્રુપના સ્થાપક તથા મેનેજિંગ ડિરેકટર સમીર સિંહા દ્વારા સંચાલિત આ ઈવેન્ટના માધ્યમથી યુવા ઉદ્યોગકારોને ગુજરાતના સૌથી પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ પાસેથી મૂલ્યવાન સૂચનો પ્રાપ્ત થયા હતા અને તેમને એક પ્લેટફોર્મ મળ્યું હતું. સંજય લાલભાઈએ જે વિચારો વ્યક્ત કર્યા હતા તે વ્યક્તિગત અનુભવો અને વ્યાવસાયિક સલાહનું મિશ્રણ હતું એટલું જ નહીં પરંતુ તેમના વ્યવસાયિક મૂલ્યો અને સિદ્ધાંતોનું પ્રતિબિંબ પણ હતું. પોતાના શરૂઆતના દિવસોને યાદ કરતાં સંજય લાલભાઈએ તેમના દાદાએ આપેલા કેટલાક મૂલ્યવાન સૂચનોને પણ યાદ કર્યા હતા.