સુરતમાં સ્વાઈન ફ્લૂથી વધુ એક મોત, નવા 11 કેસ નોંધાયા
અમદાવાદની હોસ્પિટલોમાં સ્વાઈન ફલૂના કેસ 32ને પાર
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સુરતમાં સ્વાઈન ફલૂથી સતત બીજા દિવસે મોત નોંધાયું છે. જેમાં કોઝવે રોડ પરની વૃદ્ધાનું સ્વાઇન ફલૂની બીમારીમાં મોત નીપજ્યુ છે. શહેરમાં રવિવારે સ્વાઇન ફલૂના કેસો બે આંકડામાં આવ્યા છે. તેમાં સ્વાઈ ફ્લૂમાં નવા 11 કેસ નોંધાયા છે. 59 વર્ષના આધેડનો 01 ઓગસ્ટના રોજ સ્વાઇન ફલૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આધેડને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તથા શનિવારની રાતે સા2વા2 દરમિયાન વૃદ્ધાનું મોત થયું હતું. જેની સાથે સુરત શહેરનો મુત્યુઆંક 4 થયો છે. તેવામાં અમદાવાદ શહેરની ખાનગી હોસ્પિટલોમાં સ્વાઈન ફલૂના દર્દી વધીને હવે 30 આસપાસ પહોંચી ગયા છે, અઠવાડિયા પહેલાં માંડ 12 જેટલા કેસ હતા, કોરોનાની સાથે સ્વાઈન ફલૂના ધીમી ગતિએ વધતાં કેસ ચિંતાજનક છે, તેમ તબીબો કહી રહ્યા છે, બીજી તરફ સોલા સિવિલમાં સ્વાઈન ફલૂમાં એક 10 મહિનાનું બાળક અને એક 10 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, આ બંને બાળકો પીડિયાટ્રિક વોર્ડમાં દાખલ હતા, જેમને હવે આઈસોલેશન વોર્ડમાં ખસેડાયા છે.
જેમાં 10 માસનું બાળક હાઈફ્લો ઓક્સિજન ઉપર છે. જ્યારે સોલામાં 70 વર્ષીય દર્દી સ્વાઈન ફલૂ મુક્ત થતાં જનરલ વોર્ડમાં શિફ્ટ કર્યા છે. બીજી તરફ અસારવા સિવિલમાં સ્વાઈન ફલૂમાં એક દર્દીને રજા અપાઈ છે. એકંદરે સરકારી-ખાનગી હોસ્પિટલોમાં સ્વાઈન ફલૂના કેસ 32ને પાર થયા છે. અગાઉ સોલામાં સ્વાઈન ફલૂથી એક દર્દીનું મોત થયું હતું.