ફૂડ અને એગ્રીક્લચર યુનાઇટેડ નેશનનો રિપોર્ટનું તારણ
ફુડ એન્ડ એગ્રીક્લચર યુનાઇટેડ નેશનના રિપોર્ટ મુજબ, માર્ચ મહિના દરમિયાન ઇથોપીયા, યમન અને સોમાલીયા સહિતના વિસ્તારમાં નબળો વરસાદ રહેતાં ત્યાંની વનસ્પતિ સુકાઇ જતાં કુદરતી રીતે રણ તીડ નિયંત્રણ હેઠળ છે. આફ્રિકાના હોર્નમાં, દક્ષિણ ઇથોપિયામાં થોડા પ્રમાણમાં અપરિપક્વ તીડ મળી આવતાં હવાઈ ઓપરેશન દ્વારા 400 હેક્ટરમાં દવાઓનો છંટકાવ કરી તીડનો સફાયો કરાયો છે.
બીજી બાજુ આવનાર સમયમાં સોમાલીયા પ્રદેશના ઉત્તર તરફ તીડ આગળ વધે તેવી શક્યતા વધુ છે. પરંતુ આવનારા મહિનાઓમાં અપેક્ષિત નબળા વરસાદને કારણે તીડની સંખ્યા મર્યાદીત રહી શકે છે. જ્યારે ઉત્તર-પશ્ચિમ આફ્રિકા, અરેબિયન દ્વીપકલ્પ અને દક્ષિણ-પશ્ચિમ એશિયાના વિસ્તારોમાં આ વર્ષે ખૂબ જ ઓછો વરસાદ પડવાની શક્યતા હોઇ જુલાઈ સુધી તીડના વિકાસ થવાની સંભાવના નથી.