બે જૂથ વચ્ચે સામાન્ય માથાકૂટ બાબતે સશસ્ત્ર ધીંગાણું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.29
થાનગઢ પંથકમાં કાયદો અને વ્યવસ્થાના લીરા ઉડયા છે છેલ્લા દોઢેક મહિનામાં ત્રણ વખત ફાયરિંગ થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે ત્યારે ફરી એક વખત દિવાળીના પર્વ બાદ બે જૂથ વચ્ચે અથડામણ થતા ફાયરિંગ થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
- Advertisement -
થાનગઢ તાલુકાના અમરાપર ગામે વાંકાનેરના ચિત્રખાડા ગામના યુવાન સાથે સામાન્ય માથાકૂટ થતાં બંને જૂથો સામસામે આવી ગયા હતા જેમાં બંને જૂથો દ્વારા હથિયારો સાથે એકબીજા પર હુમલો કરતા વાહનોમાં નુકસાન પહોંચાડ્યું હતું આ તરફ માથાકૂટ દરમિયાન એક જૂથના સભ્યો દ્વારા હવામાં ફાયરિંગ કર્યું હોવાની પણ આશંકા છે તેવામાં જૂથ અથડામણ દરમિયાન ચાર જેટલા સભ્યોને બીજા પહોંચી હતી આ ઈજાગ્રસ્તમાં સંજયભાઈ રમેશભાઈ કેરાળીયા, મહેશભાઈ મનસુખભાઈ ડાભી, મુકેશભાઈ મનસુખભાઈ ડાભી તથા વિનુભાઈ મંગાભાઈ ડાભી સહિતનાઓને ઇજા પામતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આ માથાકૂટ અંગે સ્થાનિક પોલીસને જાણ થતા ડીવાયએસપી સહિતનો પોલીસ કાપલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી જૂથ અથડામણ કરનાર ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી



