દોઢ વર્ષથી ફસાવી, ત્રાસ આપતો હોવાથી દીકરીએ ભરેલું અંતિમ પગલું
તાલુકા પોલીસે ગુનો નોંધી મૃતદેહ છોડી નાસી છૂટેલા ભૂવાને પકડી પાડવા તજવીજ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
રાજકોટના મવડીમાં ભૂવા સાથે રહેતી યુવતીએ આપઘાત કરી લીધાની ઘટનામાં તાલુકા પોલીસે મૃતકના પિતા ધીરજલાલ ધનજીભાઇ સોલંકી ઉ.48ની ફરિયાદ પરથી દીકરીને મરવા મજબૂર કરવા અંગે ભૂવા કેતન સાગઠિયા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે હું ભગવતીપરામા પત્ની ભાવનાબેન તથા મારી દીકરી નિકિતા સાથે રહું છુ અને મારે સંતાનમાં ત્રણ દીકરીઓ તથા એક દીકરો છે. જેમાં સૌથી મોટી કોમ લ ઉં.વ.26 તેનાથી નાની ઉર્વશી ઉં.વ.22 તેનાથી નાની નિકિતા ઉં.વ.16 તથા સૌથી નાનો દીકરો દુષ્યંત ઉં.વ.11 વાળા છે. તથા હુ આર.એમ.સી.માં પટાવાળા તરીકે નોકરી કરું છુ.તથા મારી દીકરી ઉર્વશી તથા દીકરો દુષ્યંત મારા સસરા સાથે રહીને જામનગર ખાતે અભ્યાસ કરે છે, અને મારી દીકરી કોમલ છેલ્લા એકાદ વર્ષથી કેતન સાગઠીયા સાથે મવડી ગામમાં રહેતી હતી.
આજથી એક વર્ષ પહેલાં મારી દીકરી કોમલ મવડી ગામમાં માતાજીના માંડવામાં આ કેતન સાગઠીયા ત્યાં ભુવા તરીકે દાણા જોવા આવેલ ત્યારે તેના કોન્ટેકમા આવેલ હતી બાદ આ કેતન સાગઠીયા અમારા ઘરે બે વખત દાણા જોવા માટે આવેલ હતો. ત્યારથી જ મારી દીકરી કોમલ તેના પ્રભાવમાં આવી ગયેલ હતી.અને મારી દીકરી કોમલને આ કેત ન સાગઠીયાએ ક્ષ્ણાવેલ કે તારા પપ્પા ધીરજ લાલ ઉપર મેલી વિદ્યા છે તે વહેલા મરી જશે. જેથી મારી દીકરી આ કેતન ના વશમાં આવી ગયેલ હતી.
કેતન મારી દીકરીને કહેતો કે હું જેમ કહું તેમ કરશો તો પૈસાનો વરસાદ થશે. આ બધી વાત મ ને મારી દીકરી કોમલે કહેલ હતી. આમ આ મારી દીકરી કોમલ કેતન સાગઠીયાના વશમાં આવી ગયેલ હતી. અને છેલ્લા એ કાદ વર્ષથી અમોને કહેલ કે હું ભાડે રહું છું.પરંતુ અમોએ તપાસ કરાવતા મારી દીકરી કેતન સાગઠીયા સાથે મવડી ગામ ગે લ પાન વાળી શેરી વણકરવાસ શેરી નં 3 મા કેતનના મકાનમાં રહેતી હતી.બાદ મારી દીકરીના ચાર પાંચ દિવસે અવાર-નવાર મારી પત્ની ભાવનાબેન ઉપર ફોન આવતા ત્યારે જણાવતી કે આ કેતન મને બહુ હેરાન-પરેશાન કરે છે. મારી સાથે મારકુટ કરે છે.અને આજથી દસેક મહિના પહેલા મારી દીકરીએ આ કેતન સાગઠીયાના ત્રાસથી દવા પીય ગયેલ હતી.અને મારા મોબાઈલમાં વોટસઅપ મેસેજ કરેલ કે મમ્મી પપ્પા હું એકલી પડી ગયેલ છું.કેતન સાગઠીયા મને બોવ હેરાન કરે છે. મે કેતનનો ભરોસો કર્યો છે.તેણે મારો ઉપયોગ કર્યો છે તેને બીજી વાઈફ છે. તે તેની સાથે વાતો કરે છે. મારી સાથે ખો ટું બોલે છે.મારી ઉપર કાળા ધોળા દોરા કરે છે. મને મુકતો નથી. મને બોવ જ હેરાન પરેશાન કરે છે. જેથી અમો ત્યારે મા રી દીકરી ને અમારા ઘરે અમો લઈ આવેલ બાદમાં તે તેના મિત્રને ત્યાં જવું છે તેવું કહીને ફરીથી આ કેતન સાગઠીયા સાથે રહેવા જતી રહેલ બાદ આજથી ત્રણ-ચાર મહિના પહેલા મારી દીકરી કોમલનો ફોન આવેલ કે આ કેતન મને બોવ મારકુટ કરે છે.તથા હેરાન-પરેશાન કરે છે.
જેથી મારી પત્ની ભાવનાબેન તથા મારી ભાભી શારદાબેન, દયાબેન તથા મારી ભત્રીજી દિવ્યા તથા ભાવેશ બધા કેતનના ઘરે જઈ સમજાવતા હતા. ત્યારે પણ આ કેતન મારી દીકરીને આવવા દીધેલ નહીં. અને ક હેલ કે તમારી દીકરીને નહી આવવા દવ આમ મારી દીકરી કોમલના કેતન સાગઠીયા અવાર નવાર મારકુટ કરી શારીરીક મા નસિક ત્રાસ આપી આપઘાત કરવા માટે મજબુર કરેલ હોય.
જેથી મારી દીકરીએ ગઈ તા. 13/03/2025 ના રોજ કોઇ ઝેરી દવા પીય જઈ ચાલુ સારવાર દરમ્યાન મરણ ગયેલ હોય આમ કેતન સાગઠીયાના ત્રાસથી મારી દીકરીએ આપઘાત કરેલ હોય જેથી તેના વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી.