હળવદ હાઈવે પર રાતકડી હનુમાન મંદિર આસપાસનો બનાવ
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ હાઈવે પર આવેલ રાતકડી હનુમાનજી મંદિર તરફ જવાનાં રસ્તા નજીક ગાંધીનગરથી બાઈક લઈને હળવદના સુસવાવ ગામે આવી રહેલ પિતા-પુત્રનું જેસીબી અડફેટે કરુંણ મોત નીપજ્યું હતું જ્યારે અકસ્માત સર્જીને જેસીબી ચાલક ફરાર થઈ ગયો છે.
મુળ હળવદ તાલુકાના સુસવાવ ગામના અને હાલ મજૂરી કામ માટે ગાંધીનગર રહેતા કાળાભાઈ સવાભાઈ વાંઝા (ઉં.વ. 54) અને તેમનો દીકરો વિજયભાઈ કાળાભાઈ વાંઝા (ઉં.વ. 41) રવિવારે મોડી સાંજે ગાંધીનગરથી હળવદના સુસવાવ ગામે તેમના કુળદેવી માતાજીના દર્શન કરવા બાઈક પર આવી રહ્યા હતાં ત્યારે હળવદ હાઈવે પર આવેલ રાતકડી હનુમાનજી મંદિર તરફ જવાના રોડ પાસે જેસીબી ચાલકે અડફેટે લેતા બંને પિતા-પુત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જોકે અકસ્માત વધુ ગંભીર હોય બંને પિતા-પુત્રનું કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ હળવદ પોલીસને થતા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.