લારી સાઇડમાં લેવા બાબતે ઝઘડો થતાં ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર શહેરના મેઇન બંગડી બજારમાં ગઇકાલે સાંજના સમયે એક કટલેરીની લારી લઇને જઇ રહેલા લારી ધારકને લારી સાઇડમાં લેવાની બાબતે ઝઘડો થતા 2 શખ્સોએ ભુંડી ગાળો કાઢીને લાકડી વડે માર મારતા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદર શહેરના મેઇન બંગડી બજારમાં ગઇકાલે સાંજના સમયે વિજયભાઇ ભગવાનજીભાઇ ડાભી પોતાની કટલેરીની લારી લઈને જતા હતા ત્યારે આફ્રીદી અને તેનો મિત્ર ફઇમ સ્કૂટર લઇને આવ્યા હતા અને વિજયભાઇ સાથે લારી સાઇડમાં લેવા બાબતે ઝઘડો કર્યો હતો.
- Advertisement -
આ બંને શખ્સોએ વિજયભાઇને ભુંડી ગાળો કાઢી, ઢીકો માર્યો હતો અને લાકડી વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે વિજયભાઇએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદની તાત્કાલિક નોંધી બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના ઙજઈં કે. એન. ગોરસિયા આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે.