ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
શાપુર-સરાડીયા ટ્રેન મામલે બાંટવામાં સોમવારથી વોઇસ ઓફ સોરઠના ક્ધવીનર રાકેશ લખલાણીએ ઉપવાસ શરૂ કરવામાં આવ્યું છે.પરંતુ બીજા દિવસે મંગળવારના રોજ તેમની સાથે આગેવાનોએ પ્રતિક ઉપવાસ કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો અને 41 વર્ષથી બંધ શાપુર-સરાડીયા ટ્રેન પુન:સ્થાપિત કરવાની માગ કરી હતી.
- Advertisement -
આ ટ્રેન શરૂ થાય તે માટે રજૂઆત કરવા આગેવાનો દિલ્હી સુધી રજૂઆત કરવામાં આવી હતી ત્યારે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરતા ક્ધવીનર રાકેશ લખલાણી બાબત બસ સ્ટેશન સામે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે જ્યાં સુધી રેલવે તંત્ર દ્વારા કોઇ નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી ઉપવાસ કરવામાં આવશે.
ઉલ્લેખ કરીએ છે કે છેલ્લા એક વર્ષથી આ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે અને અનેક વખત રેલવે મંત્રી સહિતના અધિકારીઓને રૂબરૂ મુલાકાત સમયે ડોકાતા અને ફોટો સેશનમાં હંમેશા આગળ એવા નેતાઓ આ ઉપવાસ છાવણીમાં કેમ જોવા નથી મળી રહે તે પણ પ્રશ્ન ચર્ચાય રહ્યો છે.