ચીને નવીનતમ તકનીકથી વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું છે. ચીનમાં સૌથી ઝડપી ટ્રેનો છે. સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટર પણ ઉપલબ્ધ છે. હવે ચીનમાં સૌથી ઝડપી ઈન્ટરનેટ સ્પીડ લોન્ચ કરવામાં આવી છે. તેની સ્પીડ 1.2 ટેરાબાઈટ છે. એટલે કે એક સેકન્ડમાં 12000 ફાઈલ ડાઉનલોડ કરી શકાય છે, કે એક ફિલ્મની સાઈઝ આશરે 1 GB થી 3 GB છે.
આવી સ્થિતિમાં ચીનના સૌથી ઝડપી ઇન્ટરનેટની સ્પીડનો અંદાજ લગાવી શકાય છે. ચીનની સૌથી ઝડપી ઈન્ટરનેટ સ્પીડનું ઓપ્ટિકલ ફાઈબર પર પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ સ્પીડ મોબાઇલ ટાવર અથવા સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવા છે. સરળ ભાષામાં વાયર આધારિત ઇન્ટરનેટ કનેક્ટિવિટી કહી શકાય છે. આ ઈન્ટરનેટ સ્પીડ ટેસ્ટ સિંઘુઆ યુનિવર્સિટી દ્વારા ચાઈના મોબાઈલ, હુવેઈ ટેક્નોલોજીસ અને સર્નેટ કોર્પોરેશનના સહયોગથી રજૂ કરવામાં આવી છે.
- Advertisement -
છેલ્લા 10 વર્ષથી ચીનમાં સૌથી ઝડપી ઈન્ટરનેટ કનેક્ટિવિટી આપવાનું કામ ચાલી રહ્યું છે.ચીનની સરખામણીમાં વાત કરીએ તો ભારતમાં બ્રોડબન્ડ આધારિત સર્વિસની ટોપ સ્પીડ 1Gbps રહી છે. જો કે, ભારતે 5G પછી તરત જ 6GB સેવા શરૂ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સના મામલામાં ભારત દુનિયાથી પાછળ રહેવાના મૂડમાં નથી.