ખાસ ખબર તા.10
ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (GNSS) લાગુ કરવામાં આવી રહી છે: સરકાર આગામી 3 વર્ષમાં આ સિસ્ટમને સમગ્ર દેશમાં લાગુ કરવાનો પ્રયાસ કરી રહી છે
- Advertisement -
ભારત સરકાર ટૂંક સમયમાં ભારતમાં સેટેલાઇટ આધારિત ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન શરૂ કરવા જઈ રહી છે. તે પહેલા કોમર્શિયલ વાહનો માટે શરૂ કરવામાં આવશે. આ પછી ખાનગી કાર, જીપ અને વાન માટે તબક્કાવાર આ ટેકનોલોજી લાગુ કરવામાં આવશે. આ ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (GNSS) આગામી બે વર્ષમાં તમામ ટોલ વસૂલાત પર સ્થાપિત કરવામાં આવશે. આ સાથે ટોલ પ્લાઝા અને ફાસ્ટેગનું કામ સમાપ્ત થઈ જશે.
નવી ટેકનોલોજીના કારણે ટોલ પ્લાઝા પર ટ્રાફિક જામથી રાહત મળશે. આ ટેક્રોલોજીમાં યુઝર્સે તેઓ જેટલા અંતરની મુસાફરી કરે છે તેના હિસાબથી ચૂકવણી કરવી પડશે. GNSS શ્રેષ્ઠ ટોલ સિસ્ટમ અવરોધ મુક્ત ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન હશે. આ ટેક્રોલોજીમાં વાહનની મુવમેન્ટ અને તે કેટલા કિલોમીટર કવર કર્યું છે તેના પર નજર રાખીને ટોલ લેવામાં આવશે. પ્રવાસ કર્યો છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય હેઠળ કામ કરતી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા વૈશ્ર્વિક કંપનીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે, જેથી GNSS આધારિત ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ ભારતમાં લાગુ કરી શકાય.દરેક ટોલ પર બે GNSS લેન હશે.
દરેક ટોલ પ્લાઝામાં બે કે તેથી વધુ GNSS લેન હશે. આ લેનમાં GNSS વાહનોને ઓળખવા માટે એડવાન્સ રીડર્સ હશે. GNSS લેનમાં પ્રવેશતા નોન-GNSS વાહનો પર વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે. પ્રથમ ત્રણ મહિનામાં 2,000 કિમીના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર GNSSઆધારિત ટોલિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આ પછી, આગામી 9 મહિનામાં તેને વધારીને 10,000 કિમી કરવામાં આવશે, જ્યારે તેને વધારીને 25,000 કિમી ટોલ હાઈવે અને 15 મહિનામાં 50,000 કિમી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. હાલમાં, ભારતમાં ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (GNSS) ટેકનોલોજી દ્વારા કરવામાં આવે છે, જે 2015 થી ર્જ્ખ્લ્વ્ી ના રૂપમાં રજૂ કરવામાં આવી રહી છે.



