2023-24માં 6 અબજ મેગીના પેકેટ વેચાયા: સ્વાદ લોભામણો પણ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક: 6.8 ટકા ભોજન પર કુલ ખર્ચમાં જંકફુડનો મોટો ભાગ: સરેરાશ 40.1 રૂપિયા દર માસે દરેક વ્યક્તિ પ્રોસેસ્ડ ફુડ પર ખર્ચ કરી રહ્યા છે
ગત મહિને વેસ્લે ઈન્ડિયાએ ખુલાસો કર્યો હતો કે, ભારત મેગીનું સૌથી મોટું બજાર બની ગયું છે. 2023-24માં 6 અબજ મેગીના પેકેટનું વેચાણ થયું હતું. ભારતમાં મેગી લોકોના દૈનિક આહારનો ભાગ બની ગઈ છે.
- Advertisement -
આ હાલ અન્ય પ્રોસેસ્ડ ખાદ્ય પદાર્થોના પણ છે. પ્રોસેસ્ડ ફુડથી ભરેલી સુપર માર્કેટની અભેરાઈઓ બતાવે છે કે તેનું માર્કેટીંગ અને લોકપ્રિયતા ઘણી તગડી છે પણ તે સ્વાસ્થ્ય પર ભારે પડી રહ્યા છે.
► લોકોને ખેંચે છે સુવિધા અને સ્વાદના લોભામણા વાયદા
પ્રોસેસ્ડ ફુડ પર સુવિધા અને સ્વાદના લોભામણા વાયદા હોય છે. આ લોકોને તેમની તરફ ખેંચતા હોય છે. 2022-23માં આયોજીત સરકારના ઘરેલુ વપરાશ ખર્ચ સર્વેક્ષણ અનુસાર ટોપ 5 ટકા શહેરી પરિવાર (ખર્ચના હિસાબે) પ્રોસેસ્ડ ખાદ્ય પદાર્થો પર દર મહિને દર વ્યક્તિ 538 રૂપિયા સુધીનો ખર્ચ કરે છે.
આ પ્રવૃતિ માત્ર ખાવાની આદતોના બારામાં નથી બલકે પોતાના ફાસ્ટ ફુડ દિગ્ગજોના વેચાણને વધારવામાં પણ મદદ કરી છે. પ્રોસેસ્ડ ખાદ્ય પદાર્થોનું વેચાણ સતત વધી રહ્યું છે. શહેરમાં ફાસ્ટ ફુડ જોઈન્ટના પુરે આ પ્રવૃતિને વધુ પ્રોત્સાહન આપ્યું છે.
- Advertisement -
► ફાસ્ટ ફુડ લોકોને બીમાર બનાવી રહ્યા છે
ફાસ્ટ ફુડથી લોકો બીમારીમાં સપડાય છે. આવો ખોરાક સ્વાસ્થ્ય માટે નુકસાનકારક નીવડે છે. તેમાં ચરબી, ખાંડની માત્રા વધારે હોય છે. આ બધી બીમારીઓનું કારણ બને છે. ભારત પહેલાથી જ બિન સંચારી રોગોનો સામનો કરી રહ્યું છે.
► દુનિયાભરમાં ફાસ્ટફુડને લઈને નિયમ બની રહ્યા છે
પ્રોસેસ્ડ ખાદ્ય પદાર્થોને લઈને દુનિયાના બધા દેશોની સરકાર સજાગ બની છે. કેટલાક દેશોમાં તો ભોજનને લઈને કાર્યક્રમો પણ શરૂ થઈ ગયા છે. આ મહિનાની શરૂઆતમાં ભારતમાં ખાદ્ય સુરક્ષા નિયામકે પેકેજડ ફુડ પર ખાદ્ય મીઠુ, ચરબી સાથે સંકળાયેલી માહિતી પ્રકાશિત કરવાના પ્રસ્તાવને મંજુરી અપાઈ છે.