સંયુક્ત કિસાન મોરચા દ્વારા આજે જંતર મંતર ખાતે ખેડૂતો કરશે વિરોધ પ્રદર્શન, દિલ્હી મેરઠ હાઇવે પર પોલીસનો કડક બંદોબસ્ત
સંયુક્ત કિસાન મોરચાએ તેમની માંગણીઓને લઈને સોમવારે દિલ્હીના જંતર-મંતર પર મહાપંચાયત અને વિરોધ પ્રદર્શન યોજવાની જાહેરાત કરી છે. જોકે દિલ્હી પોલીસે ખેડૂતોને જંતર-મંતર પર મહાપંચાયત યોજવાની મંજૂરી આપી નથી.
- Advertisement -
દિલ્હી પોલીસ સ્પષ્ટપણે કહે છે કે, ખેડૂતોને મહાપંચાયત યોજવા દેવામાં આવી નથી. આવી સ્થિતિમાં ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. આ સાથે જ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર સહિત અન્ય રાજ્યોમાંથી ખેડૂતો મહાપંચાયતમાં સામેલ થવા માટે દિલ્હી પહોંચવા લાગ્યા છે.
તમામ સરહદો પર બેરીકેટ્સ
દિલ્હીમાં ખેડૂતોને પ્રવેશતા રોકવા માટે પોલીસે રાજધાનીની તમામ સરહદો પર બેરીકેટ્સ લગાવી દીધા છે. સવારથી તમામ બોર્ડર પર પોલીસ દેખાઈ રહી છે. દિલ્હી ઉપરાંત નવી દિલ્હીની સરહદ રવિવાર રાતથી જ સીલ કરી દેવામાં આવી હતી. ખેડૂતો અને તેમના ટ્રેક્ટર-ટ્રોલી અને ટ્રકને નવી દિલ્હીમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. નવી દિલ્હીની તમામ સરહદો પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે. સમગ્ર દિલ્હી પોલીસને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે.
- Advertisement -
નોંધનીય છે કે, દિલ્હીમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થવાની ધારણા છે. આવી સ્થિતિમાં આજે સામાન્ય જનતાને ટ્રાફિકને લઈને મોટી સમસ્યા થવા જઈ રહી છે. તેને જોતા દિલ્હી પોલીસે પ્રથમ એડવાઈઝરી જારી કરી છે. ટ્રાફિક પોલીસના નોટિફિકેશન મુજબ દિલ્હીમાં લગભગ ચારથી પાંચ હજાર ખેડૂતો એકઠા થવાની ધારણા છે. જેની સીધી અસર શહેરના ટ્રાફિક પર પડશે. તેને જોતા ટ્રાફિક પોલીસે એડવાઈઝરી જારી કરવાની સાથે ડાયવર્ઝન માટે પ્લાન પણ તૈયાર કર્યો છે.
Delhi | Visuals from Singhu border where security has been beefed up, ahead of the call by farmers to protest at Jantar Mantar today pic.twitter.com/O98C2vSk2A
— ANI (@ANI) August 22, 2022
આજે આ રસ્તાઓને અસર પડી શકે છે
ટ્રાફિક પોલીસની માહિતી અનુસાર ટોલ્સટોય માર્ગ, સંસદ સ્ટ્રીટ, જનપથ, વિન્ડસર પ્લેસ, કનોટ પ્લેસ, અશોક રોડ, બાબા ખડક સિંહ માર્ગ, પંડિત પંત માર્ગ સહિત નજીકના ઘણા રસ્તાઓ આખો દિવસ જામ રહેવાની શક્યતા છે. સાવચેતી રાખીને સ્થાનિક પોલીસ ઘણી જગ્યાએ બેરિકેડિંગ પણ કરી શકે છે, જેના કારણે ટ્રાફિકને અસર થઈ શકે છે. આ જોતાં ટ્રાફિક પોલીસે લોકોને સવારે વધુ સમય કાઢીને ઘરની બહાર નીકળવા અને જામથી બચવા મેટ્રોનો ઉપયોગ કરવાની સલાહ આપી છે.
નોંધનીય છે કે, જણાવી દઈએ કે રવિવારે ખેડૂત નેતા રાકેશ ટિકૈતને દિલ્હી પોલીસે ગાઝિયાબાદ બોર્ડરથી કસ્ટડીમાં લીધા હતા. આ પછી ટિકૈતને મધુ વિહાર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો. જે બાદ જ્યારે પોલીસ સ્ટેશનની બહાર ટિકૈત સમર્થકોની ભીડ વધવા લાગી તો પોલીસે તેમને દિલ્હી-ગાઝીપુર બોર્ડર પર પાછા ઉતારી દીધા હતા.