જૂનાગઢમાં 3000થી વધુ ખેડૂતો કલેકટર કચેરીએ એકઠા થયા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
- Advertisement -
જૂનાગઢ જિલ્લા સહીત સોરઠ પંથકમાં માવઠાની લીધે ખેડૂતોને જે નુકશાની વેઠવી પડી રહી છે તેને લઈને સરકાર દ્વાર 10,000 કરોડની સહાયની જાહેરાત કરાઈ છે. પરંતુ ઘણા સમયથી ખેડૂતો પર અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અને વાવાઝોડાને કારણે ખેતીને ભારે નુકસાન અને પોષણક્ષમ ભાવ મળવાને લીધે ગુજરાતના ખેડૂતોની આર્થિક સ્થિતિ અત્યંત ગંભીર બની છે.
જેને લઈને પરેશ ગોસ્વામી સહિત આસપાસના ગામડાના 3000થી વધુ ખેડૂતો કલેકટર કચેરીએ એકઠા થયા હતા. સરકાર સમક્ષ ત્રણ મુખ્ય માંગણીઓ સ્વીકારવા માટે 12 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. જો આ માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો તેઓ ગાંધીજીના માર્ગે અનજળનો ત્યાગ કરીને ઉપવાસ આંદોલન શરૂ કરવા ચીમકી ઉઠાવી છે. આમા સરકારે પેકેજ તો જાહેર કર્યું છે. પરંતુ દેવા માફ કરવાની માંગ બુલંદ બની છે ત્યારે જૂનાગઢમાં બહોળી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા.
ખેડૂતોનું 2 હેક્ટરની મર્યાદામાં રૂપિયા 3 લાખ સુધીનું પાક ધિરાણ માફ કરવામાં આવે. તેમજ ખેડૂતોએ ધિરાણ ન લીધું હોય. તેમના ખાતામાં સરકારે રૂપિયા 3 લાખ જમા કરવા, વર્ષ 2019નો પાક વીમો પાસ થયેલ છે, પરંતુ તેની રકમ મોટાભાગના ખેડૂતોના એકાઉન્ટ સુધી પહોંચી નથી, તે તાત્કાલિક આપવામાં આવે ઉપરાંત મગફળીની ખરીદી આવે સાથે માવઠાના કારણે પલળેલી મગફળીની પણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી પ્રબળ માંગણી કરી હતી.



