ગટરની યોગ્ય સફાઈ નહીં થતા પાણી ખેતરમાં ફરી વળતા હોવાની રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.21
કચ્છ અમદાવાદ હાઇવે પર આવેલા ધ્રાંગધ્રા તાલુકાના હરીપર ગામે છેલ્લા કેટલાય સમયથી સ્થાનિક ખેડૂતોને ખેતરમાં ગટરના પાણી ઘૂસી જવાની પરેશાની સતાવી રહી છે. જેમાં હરીપર ગામ હાઇવે પરનું ગામ હોવાથી હાઈવેની સાઈડમાં બનાવેલી ગટર યોગ્ય રીતે અને સમયાંતરે સફાઈના અભાવને લીધે ગટર બ્લોક થઈ ચૂકી છે જેના લીધે ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી ગટરના બદલે બાજુમાં આવેલ ખેતરોમાં ઘૂસી જાય છે અને વધુ પડતું પાણી ખેતરમાં જવાના લીધે ખેડૂતોના પાકને પણ નુકશાન થાય છે આ અંગે ખેડૂતો અને ગ્રામજનો દ્વારા વારંવાર એલ.એન્ડ.ટી અને તંત્રને રજૂઆત કરી છતાં ગટરની સફાઈ નહીં થવાને લીધે ખેતરમાં પાણી ભરાવવાના પ્રશ્નનું નિરાકરણ થયું નથી જેથી હરીપર ગામના સરપંચ દ્વારા ખેડૂતો અને ગ્રામજનો વતી ધ્રાંગધ્રા પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી તાત્કાલિક ધોરણે વરસાદી પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા કરવા લેખિત રજૂઆત સાથે માંગ કરી છે.