કિસાન સંઘ સહિત મહિલા ખેડૂતોના જુડા કચેરીએ ધરણા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.09
- Advertisement -
જૂનાગઢમાં આવેલ ઝાંઝરડા ગામ સહિત વિસ્તારોમાં ટીપી સ્કીમ લાગુ કરવાના મુદ્દે ઘણા દિવસોથી ભારતીય કિશાન સંઘ અને ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે અને ટીપી સ્કીમ રદ્દ કરોની માંગણી સાથે અનેકવાર રેલી યોજી કલેકટરને તેમજ જુડા કચેરીને આવેદનપત્ર આપી ટીપી સ્કીમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. શહેરના ઝાંઝરડા ગામની ખેતીની જમીનમાં શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા ટીપી સ્કીમ નંબર પાંચ અને સાત અમલમાં મુકવા માટેની તજવીજ ચાલી રહી છે. ટીપી સ્કીમ નંબર.7માં અગાઉ 360 ખેડૂતોએ રજીસ્ટર એડીથી જુડા કચેરીમાં લેખીતમાં વાંધા રજુ કર્યા છે. ટીપી સ્કીમ નંબર 7માં 232 ખેડૂતોએ વાંધા રજુ કર્યા છે.
ત્યારે મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે કે, કિસાન સંઘની માંગણી મુજબનું પોર્ટલ બનાવી દેવામાં આવે જેથી ખેડૂતો તેમાં પોતાના વાંધા સુચનો રજુ કરી શકે, મુખ્યમંત્રીનો આદેશ હોવા છતા જુડા દ્વારા આ કામગીરી કરવમાાં આવતી ન હતી. જેના વિરોધમાં જુડા કચેરી ખાતે મહિલાઓ, ખેડૂતો દ્વારા કિસાન સંઘના નેજા હેઠળ ફરીવાર ધરણા પ્રદર્શન કર્યુ હતુ.