જૂનાગઢ, ગિર સોમનાથ, પોરબંદરના ખેડૂતોએ કરાવ્યું રજિસ્ટ્રેશન
150થી વધુ ખેડૂતોએ વિદેશ કેસર કેરી મોકલવા ઉત્સુક: કેસર કેરી માટે વાતાવરણ અનુકૂળ ઉત્પાદન વધશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સોરઠના જૂનાગઢ, ગિર-સોમનાથમાં કેસર કેરીનું વધુ ઉત્પાદન થાય છે તેની સાથે અમરેલી અને પોરબંદરમાં કેસરની આંબાવાડિયું જોવા મળેછે હાલ કેસર કેરીમાં ચોથી વાર ફ્લાવરિંગ જોવા મળ્યું છે સામાન્ય રીતે બેથી ત્રણવાર ફ્લાવરિંગ થાય છે જેમાં નવેમ્બર ડિસેમ્બર અને જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ચોથી વાર ફલાવરીંગ જોવા મળ્યું છે જેમાં ડિસેમ્બર અને જાન્યુઆરી માં ફલાવરીંગ આવ્યું હતું તે બળી ગયું અને હાલ જે નવું ફલાવરીંગ આવ્યું છે તેને વાતાવરણ હાલ અનુકૂળ જોવા મળી રહ્યું છે એટલે કેસર કેરીના ઉત્પાદન માં વધારો થવાની શક્યતા જોવા મળી રહી છે.
કેસર કેરીના જૂનાગઢ જિલ્લામાં 8700 હેક્ટરમાં આંબાના બગીચા આવેલ છે અને ગીર સોમનાથ 14,301 હેક્ટર, અમરેલી 6804 હેકટર અને પોરબંદર જિલ્લામાં 431 હેક્ટર માં આંબા ના બગીચા આવેલ છે આમ ચાર જિલ્લામાં 30236 હેકટર માં કેસર કેરીની બાગાયત ખેતી થાય છે વર્ષે પેહલા આવેલા ફલાવરીંગ ની ખાખડી બજારમાં આવી ગઈ છે અને કેરી ફાલ સારો જોવા મળી રહ્યો છે જયારે ચોથીવાર જે ફ્લાવરિંગ આવ્યું તેની કેરી થોડી મોડી આવશે આમ કેરીની સીઝન પણ લાંબી ચાલશે તેમ ખેડૂત જણાવી રહ્યાછે જો વાતાવરણ માં વધુ પડતા ફેરફાર થશે તો કેસર કેરીના પાકને નુકશાન થશે. જૂનાગઢ સહીત ત્રણ જિલ્લામાંની કેસર કેરી પ્રતિ વર્ષ વિદેશમાં ખુબ મોટા પ્રમાણ માં એક્સપોર્ટ થાય છે.
જયારે આ બાબતે જૂનાગઢ બાગાયત અધિકારી એમ.ડી.ઓડેદરા ખાસ ખબર સાથે વાતચીત કરતા જણાવ્યું હતુંકે વિદેશમાં કેસર કેરી મોકલવા માટે અપેડા અઙઊઉઅ પર ખેડૂતે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવું પડેછે અને ત્યાર બાદ એક્સપોર્ટર લોકો ખેડૂતોનો સંપર્ક કરીને વિદેશ કેસર કેરી મોકલવામાં આવેછે ગત વર્ષે કોરોના કારણે માત્ર 8 ટન કેસર કેરી એક્સપોર્ટ થઈ હતી બાકી સોરઠ માંથી 500 થી 600 ટન કેસર કેરી યુરોપિયન ક્ધટ્રીમાં એક્સપોર્ટ થાય છે જેમાં ઞજઅ – ઞઅઊ સાથે આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ગલ્ફ, કુવેત સહીતના દેશમાં કેસર કેરીનું એક્સપોર્ટ થાય છે હાલ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના 125 જેટલા ખેડૂતો એ રજીસ્ટ્રેશન કરાવ્યું છે હજુ 100 ખેડૂતોના રજીસ્ટ્રેશન બાકી છે અને પોરબંદરના 35 ખેડૂતોએ વિદેશ કેરી મોકલવા રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
- Advertisement -
કેસર કેરીમાં ઈઝરાયલ પદ્ધતિ વધી
સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર-સોમનાથ, પોરબંદર અને અમરેલી જિલ્લામાં કેસર કેરીનું મબલખ ઉત્પાદન જોવા મળેછે ત્યારે વર્ષો પેહલા 25ડ્ઢ25થી આંબાનું વાવેતર થતું ત્યાર બાદ ઈઝરાઈલ પદ્ધતિ આવી જેમાં હવે ખેડૂતો 5ડ્ઢ5 અને 5ડ્ઢ10 ફૂટમાં ઘનિષ્ટ કેસર કેરીના આંબાવાડિયું પદ્ધતિ અપનાવી છેા જેમાં ખેડૂતોને મજૂરી ખર્ચ સાથે દવાનો ખર્ચ અને આંબામાંથી કેસર કેરી ઉતારવાનો ખર્ચ ઘટી જાય છે જેના લીધે ખેડૂત ખુબ ફાયદો છે. તેમ રતાંગ ગીર સુમિત બાગના સંજયભાઈ વેકરીયા જણાવ્યું હતું