તાલાલા તાલુકામાં માવઠાના કહે
તાલાલા તાલુકાના ગુંદરણ ગિર ગામે માવઠાના નુકસાનીનું સર્વે કરવા ગયેલા અધિકારીઓ સમક્ષ ખેડૂતોની આક્રોશભરી રજુઆત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ
રથી ખેડૂતોને મોંઢે આવેલ કોળીયો ઝુંટવાઈ ગયો છે.ખેડૂતો પાયમાલ થઈ ગયા હોય ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવા ગુંદરણ ગીર ગામના ખેડૂતોએ માંગણી કરી છે. તાલાલા પંથકમાં માવઠાના કહેરથી ખેડૂતોના ખેતરમાં પડેલ મગફળી,સોયાબીન વિગેરે નાશ પામેલ ખરીફ પાકની નુકસાની નું સર્વે કરવા ટીમ ગુંદરણ ગીર ગામે પહોંચી હતી ત્યારે ટીમના નોડલ અને બાગાયત અધિકારી વિજયભાઈ બારડ,સુપરવાઇઝર અને ગ્રામસેવક તથા તલાટી કમ મંત્રીની ઉપસ્થિતિમાં ગ્રામ પંચાયતમાં ગામના ખેડૂતોની મીટીંગ યોજાઇ હતી જેમાં ઉપસ્થિત ખેડૂતોએ જણાવ્યું હતું કે માવઠાએ ખરીફ પાકનું ખેદાન મેદાન કરી નાખ્યું છે.ખેડુતોની મહેનત પાણીમાં ગઈ છે.ખરીફ ફસલ નાશ પામી હોય ખેડુતો નોંધારા થઈ ગયા છે.ખેડુતોને પગભર કરવા સહાય નહીં ખેડૂતોનાં પાક ધિરાણ માફ કરી યોગ્ય વળતર ચૂકવવા માંગણી કરી હતી.સરકાર કદાવર ઉદ્યોગપતિઓની મોટી મોટી લોન માફ કરે છે તો કાળી મજૂરી અને પરિશ્રમ કરી દેશના અનાજના ભંડાર છલકાવી દેશને અન્ન પુરૂૂ પાડતા ખેડૂતો નું પાક ધિરાણ પણ તુરંત માફ કરવું જોઈએ..!! ખેડૂતોએ વેદના સાથે કરેલ આક્રોશભરી રજૂઆત અંતર્ગત સર્વે કરવા આવેલ ટીમે ધરતીપુત્રોને ધીરજ રાખવા અનુરોધ કર્યો હતો.



