રાજુલા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભચાદર ગામે ખેતીવાડીમાં વીજ પુરવઠો બંધ રહેતા ખેડૂતોને ભારે હાલાકીનું સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 15 દિવસથી ખેતીવાડીમાં વીજ પુરવઠો બંધ રહેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતાં. સ્થાનિક સરપંચ અને ખેડૂતો દ્વારા આ સમસ્યાની અવારનવાર રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ વીજ પુરવઠો બંધ એની એ જ પરિસ્થિતિ રહેતા ખેડૂતોમાં ભારે રોજ જોવા મળ્યો હતો. ત્યારે ભચાદર ગામના સરપંચ તખુભાઈ ધાખડા તેમજ ખેડૂતો પ્રાંત કચેરી ખાતે એકઠા થયા હતા. જે બાદ પ્રાંત અધિકારી ડો. મેહુલ બરાસરાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. ભચાદર ગ્રામ પંચાયત દ્વારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખ અને સંબંધિત અધિકારીઓને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી. આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, વડ, ભચાદર , ઉચૈયા, ગામમાં છેલ્લા 15 દિવસથી ખેતીવાડી વિભાગમાં વીજ પુરવઠો બંધ હોવાથી ખેડૂતોને ભારે હાલાકી વેઠવી પડે છે. જેથી ખેડૂતોને બરાબર મુશ્કેલી પડી રહી છે.
- Advertisement -
અવારનવાર રજૂઆતો કરવામાં આવી છતાં કોઈ નિરાકરણ આવ્યું ન હતું. તેમજ વીજ લાઇનના જવાબદાર અધિકારીઓ ફોન ઉપાડતા નથી. જેથી ખેડૂતોમાં આ મામલે ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે હવે ભચાદર ગામે ખેતીવાડીમાં વીજ પુરવઠો વહેલી તકે પુન:સ્થાપિત કરવા માંગ ઉઠી છે.



