પ્રાંત અધિકારીએ આશ્ર્વાસન તો આપ્યું પણ ખેતરોમાં વીજ પોલનું કામ યથાવત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા સહિત સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ચાલતી પાવરગ્રીડ કંપની દ્વારા વીજપોલ નાખવાના કામ મુદ્દે ખેડૂતોનો ઠેર ઠેર વિરોધ નજરે પડે છે જેમાં ધ્રાંગધ્રા પંથકના વાવડી , ઇશદ્રા, જુના ઘનશ્યામગઢ, દૂદાપુર સહિતના ગામોમાં ખેડૂતોના ખેતરોના નાખવામાં આવતા વીજપોલ અંગે ખેડૂતોને વધુ વળતર સાથે વિરોધ નોંધાવ્યો હતો જેમાં અગાઉ વિરુધ કરતા ખેડૂતોની અટકાયત પણ કરી હતી જોકે બાદમાં કંપનીની દાદાગીરીથી અસરગ્રસ્ત ખેડૂતો મુખ્યમંત્રીને રજૂઆત માટે પહોંચ્યા હતા પરંતુ ત્યાપન કોઈ ખાસ ઉકેલ આવ્યો હોય તેવું સામે આવ્યું ન હતું જેને લઈ ખેડૂતો મંગળવારે ફરી ધ્રાંગધ્રા પ્રાંત અધિકારીને રજૂઆત માટે પહોંચ્યા હતા જ્યાં ખેડૂતો દ્વારા મોરબી જિલ્લાના હળવદ ખાતે જે પ્રકારે ખેડૂતોને વળતર મળ્યું તે વળતર ચૂકવવા સહિતની માંગણીઓ મૂકી હતી જોકે પ્રાંત અધિકારી દ્વારા ખેડૂતોને માંગણીઓ ધ્યાને લઈ યોગ્ય નિર્ણય કરવાનું આશ્વાશન આપ્યું હતું પરંતુ આ તરફ ખેડૂતોના ખેતરમાં કંપની દ્વારા વીજપોલ નાખવાનું કામ યથાવત રાખ્યું હતું. જ્યારે ખેડૂતો દ્વારા આગામી સમયમાં પોતાની માંગ સ્વીકારશે નહિ તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.