રાજકોટ જિલ્લાના ખેડુતો કે જેઓ ખરીફ પાકમાં કપાસનું વાવેતર કરવા ઇચ્છતા હોય તેઓએ કપાસ બોલગાર્ડ-૨ ની પ્રમાણિત જાતો જેવી કે વહેલી પાકતી જાતો ગુજરાત શંકર-૮, એટીએમ, ફર્સ્ટ ક્લાસ, ૭૫૭૬, વી-૩૩૩, જાદુ, જય, સરજુ, સુરક્ષા, બળવાન, ભક્તિ, ભદ્રા, આરસીએચ-૭૭૯ અથવા મધ્યમ મોડી પાકતી જાતો જેવી કે ગુજરાત શંકર-૬, એગ્રીટોપ-૪૪૪, એગ્રીટોપ-૭૭૭, સોલાર-૭૬, મલ્લિકા, આરસીએચ-૬૫૯, અજીત-૧૫૫ પૈકી બીજ પસંદ કરી વાવણી લાયક વરસાદ થયે સમયસર વાવેતર કરવું.
કપાસના પાકમાં ઈયળોમાં બીટી જીન સામે પ્રતિકારક શક્તિના આવે તે માટે બિયારણના પેકેટ સાથે આપવામાં આવતું નોનબીટી (રેફ્યુઝી) બીજનું વાવેતર અવશ્ય કરવું. એટલું જ નહીં અનિયમિત વરસાદનું જોખમ ઓછું કરવા કપાસના પાકમાં તલ, મગફળી, સોયાબીન, કઠોળ જેવા પાકોનું આંતર પાક તરીકે વાવેતરનું આયોજન કરવા ગ્રામીણ કૃષિ મૌસમ સેવા, સૂકીખેતી સંશોધન કેન્દ્ર, જુ.કૃ.યુ.,તરઘડિયાની યાદીમાં જણાવાયું છે.