ખેડૂત વિરોધ પ્રદર્શન દરમ્યાન ખનૌરી સીમા પર માર્યા ગયેલા શુભકરણ સિંહના પરિવારને 1 કરોડ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. આ સહાય આપવાની જાહેરાત પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે કરી છે. તેમજ આ દુર્ઘટનાના વિરોધમાં ખેડૂતો આજે કાળો દિવસ આવશે. ગઇકાલે બોર્ડર પર શાંતિ જોવા મળી હતી. જો કે, સોમવાર 26 માર્ચના રોજ દેશભરના રાજમાર્ગો પર ટ્રેકટર સાથે આક્રોશ રેલી કાઢવાની જાહેરાત કરી છે.
#WATCH | Patiala, Punjab | Farmer leader Sarwan Singh Pandher speaks on the death of a farmer.
- Advertisement -
He says, "He was at the Khanauri border and is the fourth martyr of this farmers' agitation. He has been identified as Darshan Singh (62), he died of a heart attack. Compensation… pic.twitter.com/m61OcrZUcL
— ANI (@ANI) February 23, 2024
- Advertisement -
ગઇકાલે પંજાબના મુખ્યમંત્રી ભાગવંત માનએ ટ્વિટ કરીને આ નિર્ણયની જાણકારી આપી હતી. તેમણે ટ્વિટમાં લખ્યું કે, ખનૌરી બોર્ડેર પર ખેડૂત આંદોલન દરમ્યાન શહીદ થયેલા શુભકરણ સિંહના પરિવારને પંજાબ સરકારની તરફથી 1 કરોડ રૂપિયાની આર્થિક સહાયતા અને તેમની નાની બહેનને સરકારી નોકરી આપશે. ગુનેગારોની સામે કડક કાર્યવાહી કરવાની પણ બાંહેધરી આપું છું.
ਖਨੌਰੀ ਬਾਰਡਰ ਤੇ ਕਿਸਾਨ ਅੰਦੋਲਨ ਦੌਰਾਨ ਸ਼ਹੀਦ ਹੋਏ ਨੌਜਵਾਨ ਸ਼ੁਭਕਰਨ ਸਿੰਘ ਦੇ ਪਰਿਵਰ ਨੂੰ ਪੰਜਾਬ ਸਰਕਾਰ ਵੱਲੋਂ 1 ਕਰੋੜ ਰੁਪਏ ਦੀ ਆਰਥਿਕ ਸਹਾਇਤਾ ਅਤੇ ਛੋਟੀ ਭੈਣ ਨੂੰ ਸਰਕਾਰੀ ਨੌਕਰੀ ਦਿੱਤੀ ਜਾਵੇਗੀ..ਦੋਸ਼ੀਆਂ ਵਿਰੁੱਧ ਬਣਦੀ ਕਾਨੂੰਨੀ ਕਾਰਵਾਈ ਕੀਤੀ ਜਾਵੇਗੀ..ਫਰਜ਼ ਨਿਭਾ ਰਹੇ ਹਾਂ..
— Bhagwant Mann (@BhagwantMann) February 23, 2024
ખેડૂત આંદોલન દરમ્યાન પ્રદર્શનમાં સામેલ થનાર શુભકરણ સિંહ આ પહેલા 2022-21માં પણ સામેલ થયો હતો, ત્યારે તેમની ઉંમર 17 કે 18 વર્ષની હશે. આ બાબતે ડોક્ટરે જાણકારી આપતા કહ્યું કે, શુભકરણ સિંહની મૃત્યુ માથાના ભાગે ગોળી વાગવાથી થઇ છે, પણ તેના માથાના ભાગે કઇ ગોળી વાગી છે, તેની જાણકારી પોસ્ટમાર્ટમ રિપોર્ટથી જ મળી શકશે.