ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકામાં જુલાઈ-2023માં નિવૃત થતા 15 કમર્ચારીઓને મ્યુનિ. કમિશનર આનંદ પટેલ દ્વારા મોમેન્ટો અને શુભેચ્છા પત્ર આપી વિદાયમાન આપવામાં આવ્યું હતું. વહીવટી તંત્રના હાથ-પગ સમા અધિકારીઓ અને કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ પી.એફ. તેમજ જમા થયેલી હક્ક રજાનું રોકડમાં રૂપાંતર જેવા લાભો મળી જાય તે પણ કમિશનર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે મ્યુનિ. કમિશનર આનંદ પટેલે ફરજ પરથી નિવૃત થતા તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાનું પ્રજા વચ્ચે જે વિશ્વાસથી લેવાઈ છે તે આપ સૌ કર્મચારી દ્વારા કરવામાં આવેલ કામગીરી છે. 30 વર્ષથી વધુ વર્ષ નોકરી કરી જે જિંદગીનો ખુબ મહત્વનો સમયગાળો હોય છે તે સમયગાળો રાજકોટ મહાનગરપાલિકાને આપ્યો છે. આપ સૌ કર્મચારીઓએ છેલ્લી કલાક, છેલ્લા દિવસો સુધી કામગીરી કરી છે જે ગૌરવની વાત છે. આગામી સમય સંતાનોના સંતાનો સાથે સારા સ્વાસ્થ્ય અને આનંદ સાથે વિતાવો તેવી શુભેચ્છા પાઠવું છું.