ગીર સોમનાથ જિલ્લામાં ફરજ બજાવતા 12 જેટલા ન્યાયાધીશોની બદલી થતા તેમનો વિદાય સમારોહ વેરાવળ કોર્ટ પરિસર ખાતે વેરાવળ બાર એસોસિએશન દ્વારા યોજાયો હતો.જેમાં વેરાવળના 6, કોડીનારના 2, ઉનાના 3 અને સ્ટાફના મળીને કુલ 12 ન્યાયાધીશોની બદલી થતા તેમને વિદાય આપવામાં આવી હતી. આ તકે જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળા, બાર એસો.ના પ્રમુખ એસ.એન.સવાણી સહિત બહોળી સંખ્યામાં વકીલ મિત્રો અને હોદ્દેદારો જોડાયા હતા.આ તકે ખાસ તાલાલા ગીરના જાંબુરના પ્રખ્યાત એવા ધમાલ નૃત્યનું પણ આયોજન કરાયું હતું.
Follow US
Find US on Social Medias



