ખાસ-ખબરની ટીમ હોસ્પિટલ પહોંચતા અનેક દર્દીઓની વેદના કેમેરામાં થઈ કેદ
તંત્રને રજૂઆત છતાં પગલાં લેવાતા ન હોવાનો દર્દીઓનો આક્ષેપ
- Advertisement -
તાજેતરમાંનવી જ બનેલી ઝનાના હોસ્પિટલમાં દરેક વોર્ડમાંથી પંખા ગાયબ થઇ ગયા છે !
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.4
દર્દીઓ જ્યાં સારવાર લેવા માટે હોસ્પિટલે જાય છે તે હોસ્પિટલમાં કોઈ સુવિધા જ નો હોવાનું ધ્યાને આવતા રાજકોટ ખાસ ખબરની ટીમ ઝનાના હોસ્પિટલ પહોંચી હતી. ત્યાં અનેક દર્દીઓને થતી મુશ્કેલીની જાણકારી મેળવી હતી.
- Advertisement -
હાલ ઉનાળાની સીઝનમાં તાપમાનનો પારો 42 ડિગ્રીથી ઉપર પહોંચી ગયો છે ત્યારે રાજકોટની ઝનાના હોસ્પિટલના વોર્ડમાં પંખાની પણ સુવિધા નથી. ’ખાસ-ખબર’ની ટીમ 3 જૂનને મંગળવારે સાંજે ઝનાના હોસ્પિટલ પહોંચી હતી અને તમામ દર્દીઓને પડતી મુશ્કેલીને કેમેરામાં કેદ કરી હતી. અમુક વોર્ડમાં છત પર પંખાના પાઈપ ટીંગાઈ રહ્યા છે પણ પંખાના કોઈ નામોનિશાન નથી. હાલ ગરમીની સીઝન ચાલી રહી હોવા છતાં હોસ્પિટલ તંત્ર દ્વારા પંખા રીપેર કરાવવા કે નવા લગાડવાની તસ્દી લેવામાં આવી નથી. હોસ્પિટલમાં સારવાર લેતી સગર્ભા સ્ત્રીઓ અને નવજાત બાળકોની આકરી ગરમીમાં અત્યંત દયનીય પરિસ્થિતિ થઈ છે. ત્યારે તાકીદે આ સમસ્યાનું નિવારણ કરવામાં આવે તે જરૂરી છે.