– હરાજી સાથે જોડાયેલા તમામ પ્રોગ્રામને જોવામાં 25% લોકોનો વધારો
આઈપીએલ-2023ને લઈને કોચીમાં મિનિ ઑક્શન (નાની હરાજી) થઈ તો અનેક મોટા રેકોર્ડ તૂટી ગયા હતા. પહેલીવાર કોઈ ખેલાડીને 18.50 કરોડ રૂપિયાની ભારે ભરખમ રકમ મળી છે. આ ઉપરાંત ઑક્શન દરમિયાન અન્ય એક રેકોર્ડ પણ બન્યો છે. આ હરાજીનું પ્રસારણ કરી રહેલી ચેનલ સ્ટાર સ્પોર્ટસે વ્યુઅરશિપ (કાર્યક્રમને લાઈવ જોનારા લોકોની સંખ્યા)ના પાછલા તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. હરાજી સાથે જોડાયેલા તમામ પ્રોગ્રામ મળીને સ્ટાર સ્પોર્ટસે 25% વધુ વ્યુઅરશિપ પોતાના નામે કરી છે.
- Advertisement -
જાણવા મળ્યા પ્રમાણે ઑક્શનના લાઈવ પ્રસારણ ઉપરાંત તેના સાથે જોડાયેલા પહેલાં અને બાદના પ્રોગ્રામને પણ સામેલ કરવામાં આવ્યા છે. સ્ટાર સ્પોર્ટસ આઈપીએલ-2023નું સત્તાવાર ટેલિવિઝન પ્રસારક છે. આઈપીએલ-2021ની હરાજીને 40.6 મિલિયન દર્શકોએ જોઈ હતી જેમાં આ વખતે વધારો નોંધાયો છે.
આ વખતે સ્ટાર સ્પોર્ટસે પાંચ અલગ-અલગ ભાષાઓમાં અંગ્રેજી, હિન્દી, તમીલ, તેલુગુ અને કન્નડમાં હરાજીનું પ્રસારણ કર્યું હતું. આ વખતની હરાજીમાં ઈંગ્લેન્ડનો સ્ટાર ઑપનર સેમ કરેનને 18.50 કરોડ રૂપિયા મળ્યા છે.
આ પછી ઑસ્ટ્રેલિયાનો બોલિંગ ઑલરાઉન્ડર કેમરુન ગ્રીનને પાંચ વખતની વિજેતા મુંબઈ ઈન્ડિયન્સે 17.50 કરોડ રૂપિયામાં ખરીદ કર્યો છે. જ્યારે ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સને ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપરકિંગ્સે 16.25 કરોડ રૂપિયામાં પોતાના નામે કર્યો છે.