ખાસ-ખબર સંવાદદાતા
આલિયા ભટ્ટની પહેલી હોલીવૂડ ફિલ્મ ’હાર્ટ ઓફ સ્ટોન’નું ટ્રેલર રીલીઝ થયું છે. જોકે, તેમાં આલિયાની નહિવત્ ઝલકથી ચાહકો નારાજ થયા હતા. આલિયા આ ટ્રેલરમાં સહકલાકાર ગૈલ ગૈડોટ સાથે એક્શન કરતી જોવા મળી હતી.
જોકે, આશરે પોણા ત્રણ મિનીટમાં ટ્રેલરમાં આલિયાની તદ્દન બે-ચાર સેક્ધડની જ ઝલક જોવા મળી હતી. આ ટ્રેલરને કારણે ચાહકોને એવી ફાળ પડી હતી કે કદાચ ફિલ્મમાં આલિયાનો રોલ બહુ લાંબો નહીં હોય. જોકે, હવે તેઓ પૂરી ફિલ્મની અથવા તો ફિલ્મનાં વધુ ટ્રેલરની આશા રાખી રહ્યા છે. બોલીવૂડના અનેક કલાકારો સાથે હોલીવૂડમાં આમ બનવું સહજ છે. તેમને કોઈ ભારતીય કે એશિયન પાત્ર ખાતર સાઈન કરવામાં આવે છે પરંતુ ફિલ્મનાં કેન્દ્ર સ્થાને તેઓ ક્યારેય હોતા નથી.
- Advertisement -
જોકે, આલિયા ભારતની બહુ મોટી સ્ટાર છે અને તેણે હોલીવૂડની ટોચની ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સી હાયર કરી છે આથી હોલીવૂડ તેની સાથે બાકીના ભારતીય કલાકારો જેવો વર્તાવ નહીં કરે તેવી ચાહકોને આશા છે.