જાણીતા ભારતીય સંગીતકાર અને સંતુર વાદક પંડિત શિવકુમાર શર્માનું આજે 84 વર્ષની વયે અવસાન થયુ. ભારતીય સંગીતને તેમના ખાસ અંદાજના કારણે તેમને આંતરરાષ્ટ્રીય ઓળખ મળી હતી.
- Advertisement -
ફિલ્મ જગતમાં પંડિત શિવકુમાર શર્માનું મહત્વનું યોગદાન રહેલું છે. બોલીવુડમાં શિવ-હરી એટલે કે શિવકુમાર શર્મા અને હરિ પ્રસાદ ચૌરસિયાની જોડીએ કેટલાય હિટ ગીતોમાં પોતાનું સંગીત પીરસ્યુ છે.
ચાંદની ફિલ્મના ફેમસ ગીત મેરે હાથો મેં નૌ નૌ ચૂડિયા ને શ્રીદેવી પર ફિલ્માવવામાં આવ્યું હતું, તેમના માટે સંગીતની આ જોડીને હિટ કરી દીધી હતી.
15 મેના રોજ કોન્સર્ટ યોજાવાનુ હતુ
સૌથી દુ:ખની વાત તો એ છે કે શિવકુમાર શર્માજીનું 15 મેના કોન્સર્ટ યોજાવાનું હતુ્ં. આ ખાસ ઘટનાની સાક્ષી માટે કેટલાય લોકો રાહ જોઇ રહ્યા હતા. આ ઇવેન્ટમાં શિવકુમાર શર્માજી હરિ પ્રસાદ ચૌરસિયાની સાથે ગીત ગાવાના હતા. પરંતુ આ ઇવેન્ટ પહેલા જ તેમનું દુ:ખદ નિધન થઇ ગયુ.
- Advertisement -
દુર્ગા જસરાજે દુ:ખ વ્યક્ત કર્યુ
પ્રોડયુસર અને એકટ્રેસ દુર્ગા જસરાજે દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે, પ્રકૃતિનું સંગીત બંધ થઇ ગયું. બાપૂજી પંડિત જસરાજજી પછી હવે શિવ કાકાના અચાનક નિધનથી દોહરી અને હવે બધુ જ પડી ભાંગવાની ક્ષણો છે.
સાહિત્યકાર અને ગઝલકાર અલોક શ્રીવાસ્તવે પણ કહ્યું કે, સંતુર સમ્રાટ પંડિત શિવ કુમાર શર્માજી આપણી વચ્ચે હવે નથી રહ્યા. આપણી મહાન ભારતીય શાસ્ત્રીય સંગીત પરંપરાનો એક સુરિલો તાર તુટી ગયો. દેવાધિદેવ મહાદેવ તેમની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના.
મુંબઇમાં યોજયેલી કોન્સર્ટમાં તેમની પહેલી પર્ફોમન્સ હતી
પંડિત શિવકુમાર શર્માનો જન્મ જમ્મૂમાં થયો હતો. તેમણે 13 વર્ષની ઉંમરે સંતૂર વગાડવાનું શરૂ કર્ય હતુ. તેમની પહેલી પર્ફોમન્સ વર્ષ 1955માં મુંબઇમાં યોજાઇ હતી.
Prime Minister Narendra Modi expresses condolences on the passing away of eminent Santoor player Pandit Shivkumar Sharma pic.twitter.com/Q2GekvF28o
— ANI (@ANI) May 10, 2022



