માતા – પિતા અને સંતાનો વચ્ચે મિલ્કત – સારસંભાળના વધતા જતા કાનુની વિવાદ પર ટકોર
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.28
- Advertisement -
દેશમાં ભુલાતી જતી સંયુકત કુટુંબ પ્રથા અને વધતા જતા વિભકત કુટુંબ પર એક મહત્વપૂર્ણ ટીપ્પણી કરતાં સુપ્રિમ કોર્ટે દેશમાં કુટુંબ વ્યવસ્થા પડી ભાંગવાના આરે હોવાનો આક્રોશ દર્શાવતાં કહ્યું કે હવે ‘એક વ્યકિત-એક કુટુંબ’ જેવી સ્થિતિ બની રહી છે.
સુપ્રિમ કોર્ટે માતા-પિતા અને તેના સંતાનો પતિ પત્નિ વચ્ચે ભરણપોષણ તથા અન્ય કૌટુંબીક કાનુની વિચારો વધતા જાય છે તેના પર આગળ વધતા જણાવ્યું કે કૌટુંબીક મિલકતોનાં કાનુની વિવાદ અને ઝઘડા પણ વધી રહ્યા છે અને હવે એક જ વ્યકિત એટલે તે કુટુંબ તેવુ માનનારાઓ માતા પિતા અને સંતાનો વચ્ચે સાથે રહેવા મુદે જે રીતે તકરારો વધી ગઈ છે તેના પર આકરી ટીપ્પણી કરતા સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે માતા પિતાએ મેળવેલી સંપતી મકાનમાં તેમને જ સાથે રાખવા સંતાનો તૈયાર ન હોય તો સંતાનોને મિલકત છોડવાની ફરજ પાડવી જોઈએ.
સુપ્રિમ કોર્ટે જણાવ્યું કે, ભારતમાં આપણે વસુધૈવ કુટુંબકમમાં માનીએ છીએ એટલે કે આખુ વિશ્વ આપણું જ કુટુંબ છે.પણ આજે આપણે એક કુટુંબમાં પણ સાથે રહી શકતા નથી. કુટુંબનો ખ્યાલ જ ઘસાતો જાય અને દરેક માટે હવે તે એકલો એટલે કે એક વ્યકિત એક કુટુંબ જેવી માનસીકતા બની રહી છે. સુપ્રિમ કોર્ટનાં ન્યાયમુર્તિ શ્રી એચ.એન.ભટ્ટી તથા એક જ મિશાલની ખંડપીઠે આ નિરિક્ષણ વ્યકત કર્યા હતા. જેમાં એક માતા પિતા અને તેમનાં પુત્ર વચ્ચેનો મિલકતનો વિવાદ તેમની સાથે આપ્યો હતો. સુપ્રિમ કોર્ટે નોંધ્યુ કે મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટસ એન્ડ સિનિયર સીટીઝન એકટમાં ભલે માતા પિતાની સંભાળ નહીં રાખતા પુત્ર-પુત્રીઓને તેના કૌટુંબીક આવાસમાંથી બહાર તગડી મુકવાની જોગવાઈ હોય નહિં પરંતુ સિનિયર સીટીઝનની સુરક્ષા નિશ્ચિત કરવા તે જરૂરી બની ગયુ છે.
સર્વોચ્ચ અદાલતે આ તબકકે ટ્રીબ્યુનલના એક આદેશને રદ કર્યા હતા જેમાં માતા પિતાની સંભાળ નહિં લેનાર પુત્રને તેના પિતાની મિલકતમાંથી બહાર કાઢવા જણાવાયું હતું.
સુપ્રિમે એ નોંધ લીધી હતી કે હવે પુત્રએ તેના માતાપિતાને ભરણ પોષણ આપવા એ તેની સંભાળ લેવા ખાતરી આપી છે. તેથી તેને ઘર બહાર કરવા જરૂરી નથી.
- Advertisement -
માતા – પિતાની સંભાળ નહિં લેનાર સંતાનોને પિતાની સ્વપાર્જીંત મિલ્કતમાંથી બહાર કાઢવા ભલે કાનુની જોગવાઈ ન હોય તો પણ તે કરવુ ફરજીયાત બની જાય છે; સર્વોચ્ચ અદાલત
વિશ્ર્વને કુટુંબ માનનાર દેશમાં જ આ સ્થિતિ અસહ્ય: સિનિયર સીટીઝન પ્રોટેકશન એકટમાં બદલાવની હિમાયત