પત્નીને એઇડ્સ થતાં પતિને સાળી સાથે પ્રેમ થયો અને નડતરરૂપ પત્નીની ચાર્જરના વાયરથી હત્યા કરી નાખી હતી : મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
વીંછીયાનાં દલડી ગામેથી 38 દિવસ અગાઉ ગુમ થયેલ પરિણીતાની લાશ ચોટીલાનાં ધોકળવાથી મળી હતી. જેમાં પોતાની સાળી સાથે સબંધમાં પત્ની આડખીલીરૂપ બનતા પતિએ વાયરનો ગળાટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી હોવાનું સામે આવ્યું છે. 38 દિવસ બાદ આ બનાવનો ભેદ ખુલતા પોલીસની બેદરકારીનાં આરોપ સાથે પરિવાર દ્વારા લાશ સ્વીકારવાનો ઈન્કાર કરી સિવિલ હોસ્પિટલ ખાતે ધરણા શરૂ કર્યા છે. અને જવાબદારો સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. સાથે પોલીસ તપાસમાં 38 દિવસ નિષ્ક્રીય રહ્યા બાદ પરિવારે ધરણાં કરતા અઢાર કલાકમાં ભેદ ઉકેલાઈ ગયો હોવાનો આક્ષેપ પરિવારે કર્યો છે. હાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમજાવટનાં પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે.
- Advertisement -
પોલીસે પૂછપરછ કરી ત્યારે પતિએ માસ્ક પકડીને ગળા પર દબાવીને પોલીસને કહ્યું હતું કે મેં આ રીતે ચાર્જરનો વાયર વીંટીને પત્નીને મારી નાખી હતી.