‘મારો તો દીકરો ગયો, પણ કોઈના જુવાન દીકરા ન જાય’
યુવકના પરિવારજનોએ ડો. ધવલ અજમેરા પર લગાવ્યા આક્ષેપો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના પુનિત નગર પાસેની આયુષમાન હોસ્પિટલનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક જુવાનજોધ દીકરાના મૃત્યુ બાદ તેમના માતા અને પરિવારના સભ્યોએ ગંભીર હોસ્પિટલ સામે આક્ષેપો કર્યા હતા. મૃતક યુવાન (નમન નરેન્દ્રભાઈ વાજા)ના માતા હેમાંશીબેન વાજાએ ખાસ ખબર સમક્ષ સમગ્ર હકીકત વર્ણવી હતી. તેમના દીકરાને અહીં હોસ્પિટલમાં 2/3 દિવસથી દાખલ કર્યો હતો. પરંતુ હોસ્પિટલની બેદરકારીથી તેમના દીકરાનું મૃત્યુ થયાનું કહ્યું હતું. સાથે જ માતાએ પોતાનો જુવાનજોધ દીકરો ગુમાવ્યાનું જણાવ્યું હતું. પરિવારે ન્યાયની માંગણી કરતા કહ્યું કે, મારો તો દીકરો ગયો, પણ કોઈના જુવાન દીકરા ન જાય એ માટે ન્યાય કરો.
વધુમાં જણાવ્યું કે, સમયાંતરે ડોક્ટરે વિવિધ રિપોર્ટ્સ કર્યા હતા. જેમાં કમળો અને ડેન્ગ્યુની થોડી અસર જણાઈ હતી. જો કે એ સમયે દર્દીની ઇમ્યુનીટી અને સ્થિતિ સારી હતી. તેમજ આખા દિવસમાં ડોક્ટર ફક્ત એક જ વાર તાપસ અર્થે આવતા હતા. બાકીનું તમામ કામ ફોનથી સૂચનાઓ આપી ત્યાંના સ્ટાફ અને નર્સ પાસે જ કરાવાતું હતું. જો કે પરિવારને દીકરાની તબિયત સંદર્ભે થોડી શંકાઓ જણાઈ હતી. ત્યારે ડોક્ટરે કિડની અને પેટના રિપોર્ટ્સ કરવા જણાવ્યું હતું. જેમાં બીજા 2 દિવસ નીકળી ગયા. રિપોર્ટ્સ બાદ ડોક્ટરે કહ્યું કે; આમાં (રિપોર્ટ્સમાં) કઈ બતાવતા નથી અને ચિંતા જેવું નથી. આ સમયે દર્દી હળવો ખોરાક પણ લઇ શકતો હતો. જો કે ત્યાર બાદ દર્દીને અચાનક પેટનો દુખાવો વધી જતા દર્દી બોલી પણ શકતો ન હતો અને મોઢું પણ ખુલી રહ્યું હતું નહિ. આ સમયે પરિવારજને ત્યાં હાજર સૌ કોઈ સ્ટાફનું ધ્યાન દોર્યું હતું અને ડોક્ટરને જાણ કરવા કહ્યું હતું. શુક્રવારે રાત્રે પરિવારે એવું પણ કહ્યું કે જો સારું ન થઇ શકે એમ હોય તો અમે લોકો બીજે જતા રહીએ. આ સમયે ટ્રીટમેન્ટમાં દર્દીને દુખાવાના વધુ પડતા ડોઝ આપવામાં આવ્યા હતા. જો કે કોઈ ફરક પડ્યો નહિ, ઇઙ પણ લો થઇ ગયું અને બાદમાં દર્દીને ઈંઈઞમાં લેવામાં આવ્યો હતા.
- Advertisement -
શનિવારે સવારે 12 આસપાસ ડોકર તેની ચેમ્બરમાં આવે છે પણ અહીં દર્દિની તાપસ અર્થે આવતા નથી. પરિવારે ડોક્ટરને બોલાવાની માંગ કરી તો સ્ટાફે કહ્યું કે અમને ખબર જ હોય કે શું ટ્રીટમેન્ટ આપવાની છે. ત્યાર બાદ ડોક્ટર દર્દીના સગાને તેની ચેમ્બરમાં બોલાવે છે અને પૂછે છે કે દર્દીને કોઈ વ્યસન છે કે નહિ ? ડોક્ટર ધવલ અજમેરાએ કહ્યું કે; દર્દીના પાર્ટ્સ ડેમેજ થઇ ગયા છે. પરિવારની સ્થિતિ જોઈ છોકરો ડરી ગયો એટલે બોડીના પાર્ટ્સ ફેઈલ થઇ ગયા છે. પરિવારે તેમના અન્ય એક ઓળખીતા થેરાપી જાણનાર પાસે સમગ્ર હકીકત જાણી તો તેમણે કહ્યું કે; આખા શરીરમાં ઇન્ફેક્શન ફેલાઈ ગયું છે. પરિવારે આ વાત પરથી હવે શું થશે તેનો અંદાજ આવી ગયો. પરિવારે આ કેસમાં ન્યાયની માંગણી કરી છે અને સાથે જ આરોપો અલાવ્યા છે કે તેમના દીકરાને ઓવર ડોઝ આપી દેવાયા છે, ટ્રીટમેન્ટ કરવામાં ડોક્ટરની ગંભીર બેદરકારીઓ પણ છે, યોગ્ય સમયે ડોક્ટર તપાસવા પણ આવ્યા નથી. તેમજ ઘણી સત્ય હકીકતો છુપાવવામાં આવી છે. શનિવારે પરિવારે જરૂરી સમયે ડોક્ટરને બોલાવવા કહ્યું તો સ્ટાફે કહ્યું કે સર હવે નહિ અને ફંશનમાં જતા રહ્યા છે. જો કે બાદમાં છોકરો (દર્દી) પણ દમ તોડી દે છે.
પરિવારે આસપાસના લોકો પાસેથી જાણ્યું તો તેઓએ પણ આ હોસ્પિટલ પર ગંભીર આક્ષેપો કર્યા અને કહ્યું કે છોકરાને અહીં લાવવા કરતા કુવામાં નાખી દીધો હોત’તો સારું હતું. આ હોસ્પિટલમાં અવારનવાર કેસ ફેઈલ થવાની ઘટના બનતી જ હોય છે. આ મહિનામાં આ ત્રીજો કેસ છે. અહીં ભૂલેચૂકે પણ ન આવવા કહ્યું. પરિવારે કહ્યું કે હોસ્પિટલમાં 5 માળ છે અને લિફ્ટ ફક્ત દર્દી માટે જ છે, બાદમાં લિફ્ટ બંધ કરી દે છે તો તેને લઈને ઘણી મુશ્કેલીઓ પડી હતી. હોસ્પિટલે બોડી સોંપવામાં ઘણીવાર લગાડી હતી અને મજબુરીનો લાભ લઈને સહીઓ કરાવ્યા બાદ બોડી સોંપી હતી. પરિવારે અંદાજે 30 થી 40 હજાર રૂપિયાનો ખર્ચ પણ કર્યો. આ મામલે પરિવારે નયાની માંગણીની ગુહાર લગાવી છે.