બે વર્ષના બાળક અને પત્નીને ઝેરી દવા પિવડાવી પતિએ ગળાફાંસો ખાધો હોવાનું અનુમાન, કારણ અકબંધ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
વલસાડ જિલ્લાના ઉમરગામમાં એક પરિવારની સામૂહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ સોળસુંબા ગામે બે વર્ષના બાળક અને પત્નીને ઝેરી દવા પિવડાવી પતિએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. ઘટનાની જાણ થતાં જ ઉંમરગામ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ પરિવાર ભાડાના ફ્લેટમાં રહેતો હતો. જ્યાં પાડોશીઓએ લાંબા સમય સુધી મકાનનો દરવાજો ખખડાવ્યો હતો. જોકે, કોઈએ દરવાજો ખોલ્યો ન હતો.જેથી દરવાજો તોડીને ચેક કરતા પતિ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. જ્યારે પત્ની અને બે વર્ષનું બાળક બેડ પર સૂતેલી હાલમાં મળી આવ્યાં હતા. પાડોશીઓએ તુરંત પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ ડિ.વાય.એસ.પી. સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે. પરિવારે કયા કારણોસર આત્મહત્યા કરીએ એ કારણ હજી જાણી શકાયું નથી.
પત્ની-બાળકને ઝેરી પ્રવાહી પીવડાવી પતિએ ફાંસો ખાંધો હોવાનું અનુમાન
ઉમરગામ પોલીસે ત્રણેયની લાશનો કબજો મેળવી, સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે. પત્ની અને બાળકને ઝેરી પ્રવાહી પિવડાવી અને પતિએ ફાંસો ખાંધો હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. જોકે, મોતનું સાચુ કારણ પીએમ રિપોર્ટ આવ્યાં બાદ સામે આવશે.