– ગત વર્ષે મેટાએ 11000 કર્મીઓની છટણી કરેલી
આઈટી કંપનીઓમાં છેલ્લા કેટલાક સમયથી છટણીઓનો દોર શરુ થયો છે. ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ ગત વર્ષ લગભગ 11 હજાર લોકોને નોકરીમાંથી કાઢી મુકયા હતા. હવે વધુ એકવાર મેટા હજારો લોકોની છટણી કરવાનું એલાન કર્યું છે. મેટા વૈશ્વિક સુસ્તી અને મંદીના ડરથી પોતાના ખર્ચને ઘટાડવા માટે પ્રયાસ કરી રહી છે.
- Advertisement -
ગત વર્ષે મેટાએ કંપનીમાંથી લગભગ 13 ટકા એટલે કે 11 હજારથી વધુ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકયા હતા. મેટાના 18 વર્ષના ઈતિહાસમાં આ પહેલી ઘટના હતી કે આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણી કરાઈ હોય.
નવી યોજના મુજબ મેટા મોટા પદો પર કાર્યરત કર્મચારીઓની ભૂમિકાને ઘટાડવાની તૈયારી કરી રહી છે.
4500 કર્મીઓનો પગાર વધારો રોકશે ફિલપકાર્ટ
ઈ-કોમર્સ દિગ્ગજ ફિલપકાર્ટે જણાવ્યું છે કે તે લગભગ 30 ટકા કર્મચારીઓનું વેતન આ વખતે નહીં વધારે. ફિલપકાર્ટ ગ્રેડ 10 અને તેની ઉપરના વરિષ્ઠ અધિકારીઓના પગારમાં વધારો નહીં કરે. આ કર્મચારીઓની સંખ્યા 4500 છે.