ફેસબુક અને તેમની પેરેન્ટ કંપની મેટા સંબંધિત એખ સમાચાર સામે આવ્યાં છે. કંપનીના COO( Chief Operating Officer)શેરિલ સેન્ડબર્ગે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે.
- Advertisement -
ફેસબુક અને તેમની પેરેન્ટ કંપની મેટા સંબંધિત એખ સમાચાર સામે આવ્યાં છે. કંપનીના COO( Chief Operating Officer)શેરિલ સેન્ડબર્ગે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. બુધવારે કંપનીએ પણ આ અંગે પુષ્ટી કરી છે. જો કે શેરિલે કંપની શા માટે છોડી તે અંગે હજી સુધી કોઈ ખુલાસો થયો નથી.
સેન્ડબર્ગે રાજીનામા વિશે ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે તેઓ આગળ જતા સમાજ માટે પરોપકારી કાર્યો કરવા પર પોતાનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાની યોજના ધરાવે છે. સેન્ડબર્ગની ફેસબુક સાથેની સફર લગભગ 14 વર્ષ ચાલી. સીએનએનના અહેવાલ મુજબ, સેન્ડબર્ગે લખ્યું, તે શરૂઆતના દિવસોથી સોશિયલ મીડિયા વિશેની ચર્ચા ઘણી બદલાઈ ગઈ છે. આ બધું કહેવું મારા માટે હંમેશા સહેલું નથી.
Sheryl Sandberg stepping down as COO of Facebook-parent Meta
- Advertisement -
Read @ANI Story | https://t.co/dHGDbEGHRQ#SherylSandberg #Facebook #Meta pic.twitter.com/j8G9SKilNz
— ANI Digital (@ani_digital) June 1, 2022
તેમણે વધુમાં જણાવ્યું કે, પરંતુ આ કામ અઘરું હોવું જોઈએ. અમારું ઉત્પાદિત ઉત્પાદન લોકોના વિશાળ સમૂહ પર અસર કરે છે. એટલા માટે અમારી જવાબદારી છે કે અમે તેને એવી રીતે બનાવીએ કે તે લોકોની ગોપનીયતા અને ગોપનીયતાનું રક્ષણ કરે, તેમને સુરક્ષિત રાખે. જો કે, અન્ય ફેસબુક પોસ્ટમાં, મેટા સીઇઓ માર્ક ઝકરબર્ગે કહ્યું છે કે સેન્ડબર્ગ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સેવા આપવાનું ચાલુ રાખશે.
કંપનીના ચીફ ગ્રોથ ઓફિસર જેવિયર ઓલિવાન હવે આગામી સીઓઓ હશે. પરંતુ જેવિયરની ભૂમિકા શેરીલે કંપની માટે અત્યાર સુધી જે કર્યું છે તેનાથી અલગ હશે. ઝુકરબર્ગે પોતે કહ્યું હતું કે ઝેવિયરની ભૂમિકા વધુ પરંપરાગત COOની હશે.