યુઝર્સને હોમ પેજ પર જોવા મળતા ક્ધટેન્ટ પારદર્શી બનાવવાની મેટાની કોશિશ
મેટાએ પોતાના યુઝર્સને હોમપેજ પર જોવા મળતા ક્ધટેન્ટને પારદર્શી બનાવવાની કોશિશ કરી છે. યુઝર્સને હવે એ ખબર રહેશે કે તેના હોમપેજ પર કયું ક્ધટેન્ટ જોવા મળશે.
- Advertisement -
ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટવીટર જેવા સોશિયલ મીડીયા પ્લેટ ફોર્મ્સ બહેતર યુઝર એકસપીરીયન્સ માટે એઆઈ એલ્ગોરિધમમાં સતત ફેરફાર કરતા રહે છે. જો કે યુઝર્સના માટે આ એક કોયડા જેવું હોય છે.
મેટાએ જણાવ્યું હતું કે, તે પોતાની એલ્ગોરિધમને લઈને પારદર્શી રહેશે તેના માટે કંપની યુઝર્સને સમજાવનાર છે કે તેને એઆઈ એલ્ગોરિધમ કેવી રીતે કામ કરે છે, જેથી યુઝર્સ સોશિયલ મીડીયા પર કંઈપણ પોસ્ટ કરતા એ સમજી શકે કે તેની પોસ્ટની રિચ કેવી રીતે વધે છે કે ઘટે છે. મેટાએ તેને સમજાવવા માટે 22 ઈન્સ્ટ્રકશનલ કાર્ડસ શેર કર્યા છે.