Facebookથી મોટી સંખ્યામાં લોકોનો પર્સનલ ડેટા લીક થઈ ગયો છે. Motherboardના રિપોર્ટ અનુસાર ભારત સહિત દુનિયાભરના લગભગ 500 મિલિયન એટલે 50 કરોડો લોકોના મોબાઈલ નંબરની જાણકારી લીક થઈ ગઈ છે.
સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ Facebook પર સામાન્ય રીતે દરેક એક ભારતીય હાજર છે. પરંતુ સિક્યોરિટીની દૃષ્ટિએ Facebookનો ઉપયોગ જોખમી સાબિત થઈ શકે છે. હકીકતમાં, Facebookથી મોટી સંખ્યામાં લોકોનો પર્સનલ ડેટા લીક થઈ ગયો છે. Motherboardના રિપોર્ટ અનુસાર ભારત સહિત દુનિયાભરના લગભગ 500 મિલિયન એટલે 50 કરોડો લોકોના મોબાઈલ નંબરની જાણકારી લીક થઈ ગઈ છે. આ મોબાઈલ નંબરને Telegram bot પર વેંચાઈ રહ્યા છે. તેમાં લગભગ 6 લાખ ભારતીયો યૂઝરના ડેટા સામેલ છે. સિક્યોરિટી રિસર્ચર Alon Gal તરફથી સૌથી પહેલા ટ્વિટર પર એની જાણકારી આપવામાં આવી છે.
1450 રૂપિયામાં વેચાઈ રહ્યો છે દરેક Facebook યૂઝરનો ડેટા
- Advertisement -
Motherboard રિપોર્ટ અનુસાર જો કોઈની પાસે કોઈ વ્યક્તિનો કોન્ટેક્ટ નંબર છે, તો તેના Facebook યૂઝર આઈડીને Telegram botના મદદથી એક્સેસ કરી શકે છે. પરંતુ એના માટે યૂઝરને રકમ ચૂકવવી પડશે. જે લોકોએ Telegram botને ક્રિએટ કર્યું છે, તેઓ એક ફોન નંબર અથવા Facebook IDને 20 ડૉલર લગભગ 1450 રૂપિયામાં વેચી રહ્યા છે.
કોઈ પણ પ્રાપ્ત કરી શકે છે કૉન્ટેક્ટ નંબર
Galના મુજબ જે યૂઝર Bot ચલાવી રહ્યા છે, તે Facebookના કોઈપણ દેશના કોઈપણ અકાઉન્ટથી લિન્ક કૉન્ટેક્ટ નંબરને પ્રાપ્ત કરી શકે છે. આવા પ્રકારની સમસ્યા વર્ષ 2020માં બહાર આવી હતી. એવામાં જો યૂઝર પોતાના મોબાઈલ નંબરને સિક્યોર કરવા માંગતા હોય, તો તેનો સૌથી સારો ઓપ્શન થશે કે Facebook અકાઉન્ટથી મોબાઈલ નંબરને હટાવી દો.
- Advertisement -
કેવી રીતે Facebookથી કૉન્ટેક્ટ નંબર દૂર કરશો
સૌથી પહેલા પોતાના Facebook એપ્પને ઓપન કરો.
આ પછી રાઈટ સાઈડમાં ત્રણ ડૉટેડ લાઈન પર ક્લિક કરો.
આ બાદ Account Settings પર ક્લિક કરવાનું રહેશે.
પછી General ઑપ્શનના ફોન નંબર ઑપ્શનને સિલેક્ટ કરો.
એનું નામ, ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર દેખાશે, જ્યાંથી તમારો ફોન ઑપ્શનમાં જવાનું રહેશે.
આ બાદ Remove From Your Account ઑપ્શનને ક્લિક કરો.
પછી તમારો હાલનો ફોન નંબર દેખાશે. ત્યાર બાદ Remove from your account પર ક્લિક કરવાનું રહેશે.
આ પછી Facebook અકાઉન્ટનો પાસવર્ડ નોંધવાનો રહેશે.
પાસવર્ડ વેરિફાઈ થયા બાદ મોબાઈલ નંબર Facebookથી દૂર કરવામાં આવશે.