ખાસ-ખબર સંવાદદાતા
માળીયા મિંયાણા તાલુકામાં આ વર્ષે વધુ વરસાદને કારણે અનેક ખેડૂતોના પાક નિષ્ફળ જતા અતિવૃષ્ટિગ્રસ્ત ખેડૂતોને સરકાર દ્વારા સહાય ચુકવવામાં આવી હતી પરંતુ આ સહાય પેકેજથી અનેક ખેડૂતો વંચિત રહેતા માળિયા પંથકના અગ્રણીઓ દ્વારા ગાંધીનગર ખાતે કૃષિમંત્રીને રૂબરૂ મળીને રજુઆત કરવામાં આવી હતી. માળીયા મિંયાણા તાલુકામાં અતિ વરસાદને કારણે પાક નુકસાનના વળતરની સહાય માટે અતિવૃષ્ટિ પેકેજ સહાયમાં બાકી રહેલ લાભાર્થી ખેડૂતોને વહેલી તકે સહાય ચૂકવવા બાબતે ગઈકાલે બુધવારે ગાંધીનગર ખાતે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ સમક્ષ માળીયા તાલુકાના આગેવાન મણિલાલ સરડવા, તરઘરી ગામના સરપંચ સાગરભાઈ ફુલતરિયા, પ્રાણજીવનભાઈ કાવર, માળીયા તાલૂકા ખરીદ વેચાણ સંઘના મનહરભાઈ બાવરવા તથા અન્ય આગેવાનોએ રજુઆત કરી હતી.