નવી દિલ્હીમાં આવેલા નેશનલ પોલીસ મેમોરિયલ ખાતે ‘પોલીસ સ્મૃતિ દિવસ’ પર રાષ્ટ્રીય પોલીસ સ્મારકમાં શહીદોને શ્રદ્ધાંજલી આપવા માટે ઉપસ્થિત થયા હતા. આ દરમ્યાન તેમણે ઉપસ્થિત લોકોને સંબોધિત કર્યા હતા.
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, કોઇ પણ દેશમાં સીમાઓ પર અને આંતરિક્ષ સુરક્ષા વગર સર્તક પોલીસ વગર સંભવ નથી. મેં જોયું છે કે પોલીસની ડયૂટી, દેશમાં સેવા કરી રહેલા અન્ય લોકોની તુલનાઓ સૌથી પડકારજનક છે. કોઇપણ વાતાવરણ, તહેવારમાં પોલીસ જવાને પોતાની ડયુટી પર હાજર રહેવું પડે છે, જેથી લો અને ઓર્ડરની વ્યવસ્થા જાળવી શકાય. કોઇપણ પરિસ્થિતિ જેમ કે આતંકવાદી, ગુનો રે સૌથી મોટી ભીડને નિયંત્રિત કરવી, પોલીસ સામાન્ય જનતા માટે હંમેશા હાજર રહે છે. આપણા દેશની પોલીસે હંમેશા પોતાને સર્વશ્રેષ્ઠ સાબિત કરી છે.
- Advertisement -
ઉગ્રવાદમાં 65 ટકાનો ઘટાડો થયો
અમિત શાહે જણાવ્યું કે, પૂર્વોત્તરમાં આતંકવાદ, વામપંથી ઉગ્રવાદ અને બીજી ઉગ્રવાદી ઘટનાઓમાં 65 ટકાનો ઘટાડો થયો છે. દેશમાં વામપંથી ઉગ્રવાદથી પ્રભાવિત રાજ્યો, પૂર્વોત્તર અને જમ્મૂ-કાશ્મીરમાં શાંતિ સ્થપાય છે. રાષ્ટ્રીય પોલીસ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલી આપતાં કહ્યું કે, મોદી સરકારે આતંકવાદ સામે ઝીરો ટોલેરેન્સની નીતિ અપનાવી છે અને કડક કાયદા બનાવ્યા છે. પોલીસના આધુનિકીકરણ માટે પોલીસને આધુનિક ટેકનોલોજી પૂરી પાડીને દુનિયામાં સૌથી સારા આતંકવાદ વિરોધી દળ બનાવવાની દિશામાં કામ કર્યુ છે.
Speaking at the 'Police Commemoration Day' in National Police Memorial, Chanakyapuri, New Delhi. https://t.co/0HH0kLJzwZ
— Amit Shah (@AmitShah) October 21, 2023
- Advertisement -
એનડીઆરએફની પ્રશંસા કરતાં કહ્યું કે, કેટલીય મોટી વિપદા હોય તો પણ એનડીઆરએફના જવાનો ત્યાં પહોંચ્યા છે અને લોકોને વિશ્વાસ અપાવ્યો છે કે હવે કોઇ રીતે પરેશાન થવાની જરૂર નથી. પોલીસ કલ્યાણ માટે ચલાવવામાં આવી રહેલી યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. દેશની આઝાદી પછીથી દેશની સેવા કરી રહેલા અત્યાર સુધીમાં 36250 પોલીસ અધિકારીઓએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. પોલીસ સ્મૃતિ દિવસ પર અમે બધા બલિદાન આપનારા પોલીસ કર્મીઓને શ્રદ્ધાંજલી આપીએ છીએ.
ઉલ્લેખનીય છે કે, દર વર્ષ 21 ઓક્ટોમ્બરના સમગ્ર દેશમાં પોલીસ સ્મૃતિ દિવસના રૂપમાં માનવવામાં આવે છે. વર્ષ 1959માં પોતાની સીમાઓની રક્ષા કરતા ચીનની સાથે થયેલી લડાઇમાં પોતાના પ્રાણ ગુમાવનાર 10 પોલીસ અધિકારીઓના બલિદાનની યાદમાં પોલીસ સ્મૃતિ દિવસનું આયોજન કરવામાં આવે છે. આ દિવસ પોલીસ અધિકારીઓના સમર્પણ અને મહેનતને દર્શાવે છે.