નર્મદા, તાપીમાં રેડ એલર્ટ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાતમાં મેઘમહેર યથાવત છે. એવામાં અનેક જગ્યાએ અતિભારે વરસાદના કારણે સ્થિત કફોડી બની રહી છે. દક્ષિણ ગુજરાતના સુરત અને તાપી વિસ્તારમાં તો ભારે વરસાદના કારણે લોકોના ઘરની અંદર પણ કેડસમા પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સ્થળાંતર હાથ ધરવું પડ્યું હતું. એવામાં હવે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતને લઈને ચોંકાવનારી આગાહી કરી છે. આ આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના લોકોને હજુ અનેક મુશ્કેલી વેઠવી પડી શકે છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના બે જિલ્લાને બુધવારે (25 જૂન) રેડ એલર્ટ જાહેર કર્યા છે.
હવામાન વિભાગ દ્વારા ગુજરાતના બે જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યાં આજે અતિભારે વરસાદ વસશે. આ સિવાય 9 જિલ્લાને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં તેજ પવન સાથે ભારે વરસાદ વરસવાની આશંકા છે. તેમજ રાજ્યના બાકીના જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં હળવાથી મધ્યમ સ્તરે છૂટોછવાયેલો વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગે જાહેર કર્યા એલર્ટ
રેડ એલર્ટ: નર્મદા, તાપી
ઓરેન્જ એલર્ટ: દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા અને નગરહવેલી, દમણ.
યલો એલર્ટ: કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, વડોદરા, આણંદ, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ.
25થી 29 જૂનની આગાહી
25 જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરુચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, નર્મદા, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને 26 જૂને નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં યલો ઍલર્ટ છે. 27 જૂનના રોજ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી છે. જ્યારે 28-29 જૂનના દિવસે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘગર્જના સાથે ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.