ભારત અને ચીન વિવાદ વચ્ચે એક મહત્વપુર્ણ બેઠક યોજાઈ
બેઇજિંગમાં ભારત અને ચીન વચ્ચે રાજદ્વારી વાટાઘાટો દરમિયાન ઘણા મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા થઈ. બંને દેશો આગામી ખાસ પ્રતિનિધિઓની બેઠક માટે પૂરતી તૈયારીઓ કરવા સંમત થયા છે.
- Advertisement -
છેલ્લા કેટલાક સમયથી ભારત અને ચીન વચ્ચે વિવાદ ચાલી રહ્યા છે. આ વિવાદ વચ્ચે એક મહત્વપુર્ણ બેઠક યોજવામાં આવી હતી. ભારત અને ચીન વચ્ચે રાજદ્વારી વાટાઘાટો બેઇજિંગમાં સકારાત્મક અને રચનાત્મક વાતાવરણમાં થઈ. તમને જણાવી દઈએ કે ભારત-ચીન સરહદી બાબતો પર સલાહ અને સંકલન માટે કાર્યકારી પદ્ધતિની 33મી બેઠક આજે ચીનની રાજધાની બેઇજિંગમાં યોજાઈ હતી. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સંયુક્ત સચિવ ગૌરાંગલાલ દાસે કર્યું હતું અને ચીની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ચીનના વિદેશ મંત્રાલયના સરહદી અને સમુદ્રી બાબતોના વિભાગના મહાનિર્દેશક હોંગ લિયાંગે કર્યું હતું.આ દરમિયાન ભારત અને ચીન આગામી ખાસ પ્રતિનિધિ બેઠક માટે પૂરતી તૈયારીઓ કરવા સંમત થયા. LAC પર પરિસ્થિતિની વ્યાપક સમીક્ષા અને ચર્ચા પણ કરવામાં આવી હતી.
નવી રાજદ્વારી વાટાઘાટોમાં શું ખાસ હતું?
ભારત અને ચીને બેઇજિંગમાં એક નવી રાજદ્વારી વાતચીત યોજી હતી જેમાં બંને દેશોએ છેલ્લી ખાસ પ્રતિનિધિ વાટાઘાટો દરમિયાન લેવામાં આવેલા નિર્ણયોને અમલમાં મૂકવા માટે અનેક પગલાં અને દરખાસ્તો પર વિચાર કર્યો હતો.
- Advertisement -
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ ચર્ચા દરમિયાન, સરહદ પાર સહયોગ અને આદાનપ્રદાનની વહેલી તકે પુનઃસ્થાપના પર પણ ચર્ચા થઈ. બંને દેશો આ દિશામાં પગલાં લેવા સંમત થયા છે, જેથી બંને દેશો વચ્ચે વધુ સારા સંબંધો અને સહયોગ સુનિશ્ચિત થઈ શકે. તમને જણાવી દઈએ કે બંને દેશો વચ્ચેની આ બેઠકને બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવા અને સરહદ વિવાદના ઉકેલ તરફ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.