હવે 24 ઓગષ્ટ સુધી ઑફલાઇન પ્રવેશ મળી શકશે
ખાસ-ખબર ન્યૂઝ પાટણ, તા.21
- Advertisement -
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ સલગ્ન સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના વિભાગો તેમજ કોલેજોમાં ચાલતા અભ્યાસક્રમોમાં ઓફલાઈન પ્રવેશની મુદત વધારીને યુનિવર્સિટી દ્વારા હવે 24-8-2024 કરવામાં આવી છે. અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓના સ્નાતક કક્ષાના બાકી પરિણામો જાહેર થતાં તેમજ સનતક કક્ષામાં પૂરક પરીક્ષા ના પરિણામો જાહેર થવાના કારણે કોલેજોની માંગણીઓને ધ્યાનમાં લઈને વિભાગો અને કોલેજોમાં ખાલી પડેલી જગ્યાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે પ્રવેશની મુદત લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા મંજૂર થયેલી બેઠકોની મર્યાદામાં ખાલી રહેલી બેઠકો ઉપર 21-8-24 સુધી અરજીઓ સ્વીકારી ત્યારબાદ 22, 23 અને 24 ઑગસ્ટ 2024 સુધીમાં નિયમો અનુસાર યોગ્ય મેરીટ યાદી બનાવી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે યુનિવર્સિટીના રજીસ્ટાર દ્વારા કોલેજો અને વિભાગોને સુચના આપવામાં આવી છે.