આઉટસોશીંગ કંપનીના કર્મચારીઓ શોષણ સામે કલેકટરને રજુઆત
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત ઉર્જાવિકાસ નિગમ લી. જૂનાગઢ સર્કલના આઉટ સોશીંગ કર્મચારીએ તેમની સાથે થઇ રહેલા અન્યાય અને શોષણ સામે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ છે. આવેદન પત્રમાં જણાવ્યાં મુજબ 66 કે.વી.ના સબસ્ટેશનનાં કર્મચારીઓ છેલ્લાં 15 વર્ષથી શોષણનો ભોગ બની રહ્યા છે. જેટકો કંપનીના કાયમી કર્મચારી જેટલું જ કામ કરતાં હોવા છતાં તેઓને 7થી8 હજાર વેતન મળે છે. જે અત્યારની સ્થિતીએ ખૂબ જ ઓછુ ગણાય. સમાન લાયકાત, સમાન કામ તો સમાન વેતન કેમ નહિ? આ મુદે 66 કે.વી. સબસ્ટેશનનાં આઉટ સોશીંગ કર્મચારી સંગઠીત થઇ લડત આપી રહ્યા છે. ત્યારે તેઓ પોતાના પ્રશ્ર્નોની રજુઆતના મુદા સાથે તેમને તમામ પ્રકારના લાભો મળે તેવી માંગણી
કરી છે.