ટોક્યો પ્રજનન ક્ષમતા વધારવા માટે ચાર દિવસનું વર્ક – વીક શરૂ કરશે
જાપાનનો ઘટતો જન્મદર નિર્ણાયક સ્તરે પહોંચી ગયો છે, એક અગ્રણી વસ્તી વિષયક નિષ્ણાતે હવે ચેતવણી આપી છે કે, જો આ વલણ ચાલું રહેશે, તો દેશમાં 5 જાન્યુઆરી, 2720 સુધીમાં 14 વર્ષથી ઓછી ઉંમરનો માત્ર એક જ બાળક બચશે.
- Advertisement -
તોહોકુ યુનિવર્સિટીનાં પ્રોફેસર હિરોશી યોશિદાએ આ મુદ્દા વિશે જાગૃતિ લાવવા માટે વસ્તી ઘડિયાળ વિકસાવી છે, જે જાપાનની બાળકોની વસ્તીમાં ઝડપી ઘટાડો દર્શાવે છે. ઘડિયાળ જાપાનીઝ સ્ટેટિસ્ટિક્સ બ્યુરોના અધિકૃત ડેટાનો ઉપયોગ કરીને ઘટાડાના વાર્ષિક દરની ગણતરી કરે છે. આ ઘડિયાળ દર વર્ષે બાળકોમાં થતાં ઘટાડાને ટ્રેક કરે છે અને માત્ર એક બાળક ક્યારે રહેશે તેનો અંદાજ કાઢે છે.
2023 માં, જાપાનનો પ્રજનન દર 1.20 ની રેકોર્ડ નીચી સપાટીએ પહોંચ્યો હતો, જેમાં ટોક્યોનો દર એકથી નીચે ગયો હતો. ઓછા લગ્નો અને સિંગલ વ્યક્તિઓની વધતી સંખ્યાને ઘટાડા માટેનાં મુખ્ય કારણો તરીકે ઓળખવામાં આવ્યાં છે. 2024ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં માત્ર 350074 જન્મ નોંધાયાં હતાં, જે 2969 પછીનો સૌથી ઓછો જન્મદર છે. 2023 ના સમયગાળાની સરખામણીમાં 2024 માં 5.4 ટકાનો ઘટાડો છે. 2023માં, જન્મદર 5.1 ટકાથી ઘટીને 758631 થયો હતો.
જ્યારે લગ્નો 5.9 ટકા ઘટીને 489281 થઈ ગયાં હતાં, જે 90 વર્ષમાં પ્રથમ વખત 500000થી નીચે આવી ગયાં હતાં. જાપાનમાં લગ્ન બહારનાં જન્મો દુર્લભ હોવાથી, આ વલણ વસ્તીમાં વધુ ઘટાડાની આગાહી કરે છે. આ સમસ્યાનો સામનો કરવા માટે, ટોક્યો સરકારી કર્મચારીઓ માટે એપ્રિલ 2025થી ચાર દિવસનું વર્ક-વીક શરૂ કરશે, જેનો ઉદ્દેશ્ય પ્રજનન દર વધારવા અને કામ કરતી માતાઓને સપોર્ટ આપવાનો છે. લગ્ન એ વ્યક્તિનાં પોતાનાં મૂલ્યો પર આધારિત નિર્ણય છે, પરંતુ ટોક્યો મેટ્રોપોલિટન સરકાર લગ્નને વેગ આપવા માટે કામ કરી રહી છે જેથી જેઓ વિચારે છે કે તેઓ ’આખરે લગ્ન કરવા માગે છે’ તે પહેલું પગલું ભરી શકે.