જૂનાગઢ ખર્ચ ઓબ્ઝર્વર રજત દત્તાએ કલેકટર કચેરી ખાતે કાર્યરત સી-વીજીલ કંટ્રોલરૂમની પણ મુલાકાત લીધી હતી અને લોકસભા ચૂંટણી અન્વયે આદર્શ આચારસંહિતા ભંગની ફરિયાદોના નિરાકરણ માટે સીવીજીલ કંટ્રોલરૂમ કાર્યરત કરાયો છે. ખર્ચ ઓબ્ઝર્વર શ્રી રજત દત્તાએ સી-વીજીલ કંટ્રોલરૂમની મુલાકાત લઈ જરૂરી નિરીક્ષણ કરવાની સાથે ફરજરત અધિકારી-કર્મચારીઓને ચૂંટણી પંચ દ્વારા નિર્ધારિત થયેલ માર્ગદર્શિક અનુસરવા માટે પણ માર્ગદર્શન આપ્યું હતું આ મુલાકાત દરમિયાન જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ રાણાવસિયા, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, ગીર સોમનાથના જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હર્ષ પટેલ સહિતના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
જૂનાગઢ કલેકટર કચેરીમાં સી-વીજીલ કંટ્રોલ રૂમની મુલાકાત લેતા ખર્ચ ઓબ્ઝર્વર રજત દત્તા

Follow US
Find US on Social Medias